ગુનોમાંડવી

ભૂસ્તર વિભાગનો સપાટો: માલધા પાસે ચોરીની રેતી ભરેલી ટ્રક પકડાઇ

ભુસ્તર વિભાગે 3.05 લાખનો દંડ ફટકાર્યો

ભુસ્તર વિભાગની ટીમે માંડવી તાલુકામાં ચેકિંગ દરમિયાન ચોરીની રેતી લઇ જતી ટ્રકને પકડી પાડી ટ્રક માલિકને રૂ.3.05 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. જોકે, દંડની રકમ નહીં ભરતા ભુસ્તર વિભાગે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરત ભુસ્તર વિભાગની ટીમે તા.5મી સપ્ટેમ્બરના રોજ માંડવી તાલુકાના માલધા ફાટક પાસે ફેદરીયા ચોકડી પાસે આકસ્મિક વાહનચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાનમાં ત્યાંથી પસાર થતી ટ્રક નં. DD-01-E-9231ને અટકાવી તપાસ કરતા આ ટ્રકમાં રેતી ભરી હતી. આ રેતી અંગેની રોયલ્ટી ભરવામાં આવી ન હતી. તેમજ જરૂરી દસ્તાવેજ પણ ડ્રાઇવર પાસે ન હતા. જેથી ચોરીની આ રેતી ભરેલા ટ્રકને જપ્ત કરાયો હતો અને ટ્રક માલિક મયુદ્દીન શેખ (રહે, નવી તરસાડી, તા. ઝઘડીયા, ભરૂચ) સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ પેટે રૂ.3,02,004 તથા પર્યાવરણને નુકસાન કરવા બદલ 3944નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગે ટ્રક માલિકને નોટિસ આપવામાં આવી હતી.પરંતુ ટ્રક માલિકે આ દંડની રકમ નહીં ભરતા માઇન્સ સુપરવાઇઝર હિતેશ પટેલ આરોપી મયુદ્દીન શેખ વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button