નર્મદા

રાજપીપળા શહેરમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત

રાજપીપળા શહેરને નવો કરજણ ઓવારો, ટેનિસ કોર્ટ, મચ્છી માર્કેટ સહિતના વિકાસ કામોની ભેટ

રાજપીપળા શહેરની શાન અને એક પ્રવાસન સ્થળ ગણાતો 100 વર્ષ જૂનો કરજણ ઓવારો જર્જરિત થઇ જતાં પાલિકા દ્વારા નવો રજવાડી સ્ટાઇલ જેવો ઓવારો બનાવવામાં આવ્યો જેનું જન્માષ્ટમીના પર્વ નિમિતે પાલિકા એ નગર જનો ને ભેટ આપી છે આ સાથે, રાશિ નક્ષત્ર ગાર્ડન, ટેનિસ કોર્ટ, મચ્છી માર્કેટ, ફિલ્ટર પ્લાન્ટ, સહિત વિકાસનાં લોકાર્પણ થયા, અને કરમાઈકલ બ્રિજ અને ભૂગર્ભ ગટર લાઈનના ઘર કનેક્શન આપવના ખાતમુહૂર્તનાં કાર્યક્રમો રાજપીપલા શહેર ખાતે યોજાયા હતા. જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ, ભાજપ મહામંત્રી નીલ રાવ, સિદ્ધેશ્વર સ્વામીજી, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, મહારાજા રઘુવીરસિંહ તથા મહારાણી રુકમણી દેવી, સુરત સહેરી વિકાસ કમિશનર ડી.ડી કાપડિયા ભાજપા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ,મુખ્ય અધિકારી રાહુલદેવ વી.ઢોળીયા સહિત પાલિકા સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

રાજપીપળા નગર પાલિકા દ્વારા સરકાર ની વિવિધ યોજનાઓ થકી પાંચ લોકાર્પણ અને ખાત મુહર્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ હાજર તમામ પદાધિકારીઓ એ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની ડબલએન્જીન સરકાર છે તો આટલી ગ્રાંટો આવે છે, અને શહેરનો વિકાસ થઇ રહ્યો છે. બાકી વર્ષો પહેલા રોડનું પિચિંગ કરવા સુધીની ગ્રાન્ટનો અભાવ હતો. આજે કરોડોના વિકાસના કામો સાથે સહેના લોકોમાટે સુવિધાઓ વધી રહી છે.ની વાત કરી હતી. આ સાથે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે આ વિકાસના કામો ને લઈને સ્પષ્ટતા કરી હતી કે તમામ કામ સારી રીતે થયા છે એસ્ટીમેન્ટ પ્રમાણે થયા છે અને જો કોઈ પણ કચાસ કે ભૂલ જણાય તો સ્થાનિક સભ્યોને કે સીધા તેમને પણ જાણ કરશો તો હલ કરવાં આવશે ની વાત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button