ડાંગ

કાળમીંઢ શીલા તથા માટીનો મલબો ધસી પડ્યો

મલબો હટાવવાની કવાયત હાથ ધરાઈ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 7 અને 8 તારીખે દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ બુધવાર સાંજથી ડાંગમાં વરસાદે જોર પકડ્યું હતું. ત્યારે સતત બે દિવસ ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આજ સવારથી ડાંગ જિલ્લાના લગભગ ત્રણે તાલુકાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.

મૂશળધાર વરસાદના કારણે વઘઈ-આહવા રોડ પર ભવાનદગડ ગામે મહાકાય વૃક્ષ રસ્તા પર તુટી પડતાં વાહન વ્યવહાર બંધ થયો હતો. જ્યારે ડાંગનાં નીચાણવાળા કોઝવે તેમજ ડુબાઉ પુલ ઉપરથી પાણી ફરી વળતા વાહન ચાલકો થંભી ગયા હતા.

જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સાપુતારા તેમજ તળેટી વિસ્તારમાં ગલકુંડ, શામગહાન તેમજ સુબીર અને વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. ગિરિમથક સપુતારામાં વરસાદના કારણે આલ્હાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. મુશળધાર વરસાદ થતાં સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.

ડાંગ જિલ્લામાં વરસી રહેલા એકધારા વરસાદને પગલે આજે શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ઉપર કાળમીંઢ શીલા તથા માટીનો મલબો ધસી પડ્યો હતો. સ્થાનિક વહીવટી તંત્રે યાતાયાત પ્રભાવિત થાય તે પહેલાં તરત જ આ મલબો હટાવવાની કવાયત હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button