કામરેજ 

નેશનલ હાઇવે-48 ઉપર રોડ ક્રોસ કરવા જતાં આધેડનું વાહન અડફેટે મોત

સુરત જીલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી.બનેલી આ ઘટનામાં એક 42 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવને પગલે કામરેજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

કામરેજ નવીપારડી ગામની સીમમાં રસ્તો ઓળંગતી વેળા 42 વર્ષીય શ્રમજીવી ઇસમનું વાહન અડફેટે ઘટના સ્થળે કરૂણ મોત થતા ચકચાર મચી ગઇ હતી. કામરેજ પોલીસની હદમાં નવીપારડી ગામની સીમમાં પશુનો ચારો લેવા માટે નવીપારડી ગામે રહેતા ભરતભાઇ બાબુભાઇ વસાવા (ઉ.વ.42) અમદાવાદથી મુંબઇ જતા નેશનલ હાઇવે-48 ઉપર ડોકર ખાડી પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે હાઇવે ઉપર પુરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે પોતાનાં કબ્જાનું વાહન પુરપાટ અને ગફલતભરી રીતે હાંકીરી ભરત વસાવાને અડફેટમાં લઇ લેતા જેમને શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ સાથે જેમનું ઘટના સ્થળે મોત થયુ હતું. બનાવની જાણ થતા કામરેજ પોલીસે અજાણ્યા કસુરવાર વાહન ચાલક વિરૂધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button