તાપી

ફૂલવાડીથી ઈટવાઈ તરફ જતા રસ્તા પર ટેન્કર આડુ ફરી વળતા બે કલાક રસ્તો બંધ

કુકરમુંડા તાલુકાનાં ફૂલવાડી ત્રણ રસ્તાથી ઈટવાઈ ગામ તરફ જતા રસ્તા ઉપર ચીખલીપાડા ગામની સીમા વિસ્તારમાં દૂધ ભરવા જઈ રહેલું દૂધનું ટેન્કર રસ્તા ઉપર જ આડુ ફરી વળતા બે કલાક સુધી રસ્તા ઉપરથી પસાર થતા વાહનોઓ બંધ થઇ ગયા હતા.

જોકે રસ્તાનાં બાજુમાં કિનારા ઉપરથી મોટર સાઇકલો પસાર થઇ જતી હતી. પરંતુ થ્રિ વ્હીલર રિક્ષા તેમજ ફોર વ્હીલર ગાડીઓ રસ્તાની બાજુમાંથી પસાર થઇ શકે તેમ ન હોવાથી અંદાજિત ત્રણથી ચાર કિલોમીટરનાં અંતરે આવેલ મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થતો અંકલેશ્વર – બ્રાહણપુર ધોરીમાર્ગ ઉપરથી જવા માટે મજબૂર બન્યા હતા. સ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર દૂધનું ટેન્કર નંબર GJ-05-BX-9942 ગત રોજ બોપરનાં સમયે કુકરમુંડા તાલુકાનાં ડાબરીઆંબા ગામની દૂધ ઉત્પાદક સહકરી મંડળી ખાતે દૂધ ભરાવા માટે જઈ રહ્યું હતું.

તે દરમ્યાન જે દૂધનું ટેન્કર ફૂલવાડી ત્રણ રસ્તાથી ઈટવાઈ ગામ તરફ જતા રસ્તા ઉપર ચીખલીપાડા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યું હતું. તે વેળા ટેન્કરનાં ચાલકે સ્ટિયરિંગ ઉપરથી અચાનક કાબૂ ગુમાવી દેતા ટેન્કરનો આગળનો ભાગ રસ્તાની નીચે ઉતરી ગયું હતું અને પાછળનો ભાગ રસ્તા ઉપર આડુ ફરી વળતા અંદાજિત બે કલાક સુધી રસ્તા ઉપરથી પસાર થતા થ્રિ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ બંધ થઇ ગઈ હતી. જોકે મોટર સાઇકલો રસ્તાની બાજુમાંથી પસાર થતી હતી.

તેમજ થ્રિ વ્હીલર રિક્ષા અને ફોર વ્હીલર ગાડીનાં ચાલકો પોતાના કબ્જાનાં વાહનોને ત્રણથી ચાર કિલોમીટરનાં અંતરે આવેલ મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થતો અંકલેશ્વર – બ્રાહણપુર ધોરીમાર્ગ ઉપર લઇ જવા માટે મજબૂર બન્યા હતા. બે કલાક બાદ જે. સી. બી.વડે દૂધનાં ટેન્કરને રસ્તા ઉપર સીધું કરવામાં આવ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button