માંડવી

કડોદ મઢી રસ્તાને જોતા લાગે છે કે, આ ચોમાસે ઘરના નાના નાના માછલી ઘર આ રસ્તામાં જ બનાવવા

રસ્તો ખોદાતા નાના વાહન ચાલકોના અકસ્માતના કિસ્સા વધ્યા

બારડોલી તાલુકાના કડોદથી મઢી જતા રોડ પર ઘણી જગ્યાએ રોડની વચ્ચે ખાડાઓ પડી જતાં વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. તેમજ રોડ કેટલીક જગ્યાએ બેસી ગયો હોવાથી રાત્રીના સમયે નાના વાહનચાલકોને અકસ્માતની શક્યતા રહેલી હોય છે.

બારડોલીથી કડોદ રોડ બન્યાને ઘણો સમય થઈ હોય હોય. આ રોડની વચ્ચે કેટલીય જગ્યાએ ખાડા પડી ગયા છે. તેમજ કેટલીક જગ્યાએ રોડ બેસી ગયો છે. જેથી રોડ અસમતોલ થઈ ગયો છે. જેના કારણે આ ચોમાસે પાણી ભરાતા એવા દ્રશ્યો દેખાશે કે, ડાંગરની રોપણી કે માછલી ઘર બનાવી પૈસા કમાવી લઈએ. આવા તો ખાડા પડયા છે કે, જેના કારણે અકસ્માતની શક્યતા 99.99 % રહેલી છે. રોડ પરથી મોટા વાહનો બેફામ હંકારતાં નાના વાહનચાલકોને અકસ્માતની શક્યતા રહેલી છેરોડ પરથી મોટા વાહનો બેફામ હંકારતાં નાના વાહનચાલકોને અકસ્માતની શક્યતા રહેલી છે. રોડની વચ્ચે પડેલા ખાડા અકસ્માતને આમંત્રણ આપી મોતના કુવા સમાન બની ગયા છે. ખાડાને કારણે નાના વાહનો ભટકાઈને પડવાના બનાવો પણ બન્યા છે.ખાડાને કારણે નાના વાહનો ભટકાઈને પડવાના બનાવો પણ બન્યા છે. પરંતુ સંબંધીત તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. શું તંત્ર કોઈ રાહદારીના મોતનો તમાશો જોવા બેઠી છે? શું આ રસ્તો ત્યારે જ બનશે જ્યારે કોઈ રાહદારીની જાન જશે? શું એક માનવીની કિંમત રસ્તો પુરાણ કે રીપેરીંગ કરવા કરતાં પણ ઓછી આંકે છે તંત્ર? જ્યારે રાત્રીના સમયે નાના વાહનચાલકોએ આ રોડ પરથી પસાર થવું જોખમી સાબિત થાય છે. કડોદ મઢીનો રોડ આજુબાજુની જનતા માટે ઘણો મહત્વનો હોય માટે આ રોડનું નવીનીકરણ અથવા રોડ પર પડેલા ખાડાનું રિપેરિંગ કામ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.

Related Articles

Back to top button