તાપી

સાતકાશી એલ એન્ડ ટી પ્રોજેક્ટ સાઈડ પર કામદારો બાખડયા

રોકવા પ્રયાસ કરનાર અને તેના મિત્ર પર ચારનો ચપ્પુથી હુમલો

સોનગઢ તાલુકાના સાતકાશી ગામે ચાલતી એક પ્રોજેક્ટની સાઈડ પર રહેતાં બે કામદાર વચ્ચે ઝઘડો થયો હતો.આ ઝઘડા દરમિયાન માર ખાનારા ઈસમ નાસી જતાં ચાર આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્ર પર શાક બનાવવા નો ચમચો અને શાકભાજી કાપવાનાં ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો બનાવ નોંધાયો હતો.

સોનગઢ તાલુકાના સાતકાશી ગામે તાપી નદી નજીક એલ એન્ડ ટી કંપની દ્વારા લિફ્ટ ઇરીગેશનનું કામ ચાલે છે અને ત્યાં કામ કરતાં કામદારો માટે પ્રોજેક્ટ સાઈડ પર રૂમ બનાવવા માં આવ્યાં છે. રવિવારે રાત્રે અહીં રહેતાં માનિક રવીન્દ્ર પાત્ર અને વિશ્વજિત દુલાલ મોડમ એક બીજા સાથે ઝઘડો કરતાં હતાં ત્યારે સંતોષ શર્મા નામના અન્ય કામદારે તેમને ઝઘડો કરવા ના પાડી હતી અને શાંતિથી સુવા દેવા કહ્યું હતું. આ બાબતની અદાવત રાખી માનિક રવીન્દ્ર, વિશ્વજિત દુલાલ, ચંદન ગુરિયા અને ચિરંજીત પરમાનીક ફરિયાદી ભરત રામાનંદ રાજભર રહે.સાતકાશી મૂળ બિહાર ની પાસે આવ્યાં હતાં અને કહ્યું કે તું એ સંતોષ શર્માને કેમ ભગાડી દીધો છે એમ કહી ઝઘડો કર્યો હતો.

આ દરમિયાન ઉશ્કેરાટમાં આવી ગયેલા વિશ્વજિત મોડમે તેની પાસે રહેલ સ્ટીલ ના ચમચા વડે ભરત ભાઈ ને માથામાં અને હાથ માં સપાટા માર્યા હતાં. તેમને બચાવવા માટે વચ્ચે પડેલાં હરેરામભાઈને પણ માનિક, વિશ્વજિત,ચંદન અને ચિરંજીતે હાથ થી લાતોથી માર માર્યો હતો. આ સમયે વિશ્વજીતે શાકભાજી કાપવાની છરી લઈ તેના વડે ફરિયાદી ભરતભાઈને પેટમાં મારી દીધું હતું જેથી તેઓ લોહી લુહાણ થઈ બેભાન થઈ ગયાં હતાં. ત્યાર પછી આરોપીઓ જતાં જતાં કહી ગયાં હતાં કે તમે સંતોષ શર્માને ભગાડી દીધો છે અમે તમને બંને જણા ને જાન થી મારી નાખીશું. ત્યાર પછી ત્યાં ઉપસ્થિત અન્ય કામદારો ઇજાગ્રસ્ત બંને ને સોનગઢ ખાતે સારવાર અર્થે લઈ આવ્યાં હતાં. આ બનાવ અંગે સોનગઢ પોલીસે આરોપી માનિક રવીન્દ્ર, વિશ્વજીત મોડમ, ચંદન ગુરિયા અને ચિરંજીત પરમાનીક સામે ગુનો દાખલ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button