દેશરાજનીતિ

વિદેશ નીતિઓથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર બન્યા ફેન

મોદી યુગ પહેલા મુસ્લિમ દેશો સાથે ઉત્તમ સંબંધ ક્યારેય નહોતા: થરૂર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારની વિદેશ નીતિ અને ઇસ્લામિક દેશો સુધી પહોંચવા માટે જે રણનીતિ તૈયાર કરી એની સરાહના કરી હતી. શશિ થરૂરે કહ્યું કે, “મોદી સરકારમાં ભારતના સંબંધો ઇસ્લામિક દેશો સાથે સારા થયા. સાથે જ તેમણે કેન્દ્ર સરકારની નીતિઓના પણ વખાણ કર્યા હતા.”

સૌથી મહત્વની અને ખાસ વાત છે કે, તિરુવનંતપુરમ સાંસદ કોંગ્રેસ સરકારમાં વિદેશ મંત્રી રહી ચુક્યા છે. એક કાર્યક્રમ દરમિયાન શશિ થરૂરે કહ્યું કે, વિદેશ નીતિ અંગે હું મોદી શાસનનો આલોચક રહ્યો છું, પરંતુ મને લાગે છે કે, તેમણે તમામ મોર્ચા પર ખુબ જ સારી રીતે કામ કર્યું છે. મને યાદ છે કે, પીએમ મોદી પહેલા વર્ષે જ્યારે વિદેશ યાત્રાઓ કરી ત્યારે તેમણે 27 દેશોની યાત્રા કરી હતી. જેમાં એક પણ મુસ્લિમ દેશ નહોતો. કોંગ્રેસ સાંસદ રહેતા મે આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જો કે હવે મને કહેતા આનંદ થાય છે કે, હવે જે તેમણે ઇસ્લામિક દેશો સુધી પહોંચ માટે રણનીતિ તૈયાર કરી છે, તે ખુબ જ શાનદાર છે. આનાથી સારુ કંઇ પણ ન હોઇ શકે. મોટા મુસ્લિમ દેશો સાથે અમારા સંબંધ એટલા સારા ક્યારે પણ નહોતા. હું આનંદ સાથે મારી જુની ટિકાઓ પરત લઇ રહ્યો છું.

 

G-20 ની પણ સરાહના કરી
આ દરમિયાન આ કોંગ્રેસ નેતાએ પીએમ મોદી તરફથી G-20 અંગે કામોના વખાણ કર્યા. ભારતમાં ખુબ જ સારી રીતે આ પ્રસંગનો લાભ ઉઠાવ્યો છે અને અને ભારતે વિશેષ હાજરી નોંધાવી છે. હવે વિશ્વ ભારતને ક્યારેય નજર અંદાજ કરી શકશે નહી. પીએમ મોદી સરકારની વિદેશ નીતિ પહેલાથી સારી થઇ છે.

ચીન મુદ્દે ઘેર્યા
સાથે સાથે શશિ થરૂરે હાલની કેન્દ્ર સરકારને ચીન અંગેના વલણો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારે ચીનને ભારતમાં ઘુસણખોરી માટે ફ્રી પાસ આપ્યો છે. તેમણે કહ્યું કે, ચીન નીતિ અંગે ભારત સરકાર તરફથી કોઇ સ્પષ્ટતા નથી. તેમણે કહ્યું કે, સંસદમાં ચીન પર કોઇ ચર્ચા નથી થતી. ચીની એપ્સ પર પ્રતિબંધ માત્ર દેખાડો હતો. બીજી તરફ ભાજપે પણ થરૂરની પ્રતિક્રિયાનું સ્વાગત કર્યું છે. પાર્ટીના આઇટી પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે, થરૂરે આખરે સત્ય બોલ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button