શિક્ષણસંપાદકીય

બાગાયત યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.12 માર્ચથી થી તા.11 મે સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

જેમાં ખેડૂતમિત્રોએ લાભ લેવા માટે ikhedut.gujarat.gov. in પર પોતાના નજીકના ગામના ઈ-ગ્રામ સેન્ટર, ખાનગી ઈન્ટરનેટ અથવા જિલ્લાની બાગાયત કચેરી ખાતે સવારના 11.00 થી 5.00 વાગ્યા દરમિયાન 7/12, 8-અની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે સમયસર અરજી કરવી.

અરજી કર્યા બાદ અરજીની કોપી સાથે સાત દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરત (ફોન નં.0261-2655948) પર જમા કરાવવાની રહેશે.

સરગવાની ખેતી, આંબા-જામફળમાં ફળ ઉત્પાદકતા વધારવા, કમલમ ફળપાકની ખેતી માટેની સહાય, કોમ્પ્રહેસીંવ હોર્ટિકલ્ચર ડેવલપેમન્ટ, ફળપાક, બાગાયતી પાકોના પ્રોસેસીંગના નવા યુનિટ, ડિસ્ટિલેશન યુનિટ, કોલ્ડ ચેઈન, વીજદર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, ખેતર પર શોર્ટિંગ ગ્રેડીંગ પેકીંગ એકમ ઉભા કરવા સહાય અને હવાઇ નુર જેવા જુદા જુદા 105 જેટલા ધટકો માટે અરજી કરી શકશે. તેમ સુરતના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button