નર્મદા

સાગબારા તાલુકાના પાનખલાં ખાતે દક્ષિણ ગુજરાતના ” આદીવાસી સમુદાયોમાં મરણની ઘટનાઓ” પુસ્તકનું વિમોચન

આદીવાસી પરંપરાઓ હજારો વર્ષોથી મૌખિક હતી.છેલ્લાં ૧૫૦ વર્ષોથી લેખિત દસ્તાવેજીકરણ થયું.

  • અંગ્રેજી કે અન્ય ભાષાઓનું મટેરીયલ ભરપુર લાયબ્રેરીઓમાં મળશે.પણ આદીવાસી બોલી શોધવી અઘરી છે ?

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વિમળાબેન સર્વોધ્ય કન્યા છાત્રાલય-પાનખલા ખાતે ફાધર રેમન્ટ એ.ચૌહાણ એસ.જે.લેખિત દક્ષિણ ગુજરાતના ગામીત,વસાવા,ચૌધરી અને ડાંગી “આદીવાસી સમુદાયોમાં મરણની ઘટના” વિધીઓ અને માન્યતાઓ વિશેના પુસ્તક આદીવાસી સંસ્કૃતિ: જતન,કદર અને પ્રસારણ શ્રેણી હેતુંનું વિમોચન કરવા સાગબારા તાલુકાના કુદરતના ખોળે બેસેલું સાગબારાના પાનખલા ગામ પસંદ કરી કાર્યક્મ કરવામાં આવ્યો હતો.

ખાસ વિશેષ બાબતે છે.કે ફાધર રેમન્ટ ચૌહાણ એક બિન આદીવાસી છે.આદીવાસી સંસ્કૃતી પર હંમેશા અનેક પુસ્તકો,ગીતો અને અન્ય સાહીત્ય લખે એ દેશમાં એકતાનું દર્શન કરાવે છે.ફાધર રેમન્ટએ ડાંગી-ગામીત-વસાવી-ચૌધરી ભાષાઓનું વ્યાકરણ,ગામીતોના હોળીના તહેવાર અને ગીતો,ગામીત દંતકથાઓ,આદીવાસી સંસ્કતી,આદીવાસી દેવો,વગેરે અનેક પુસ્તકો અને અનેક સમુદાયોના લખ્યાં છે.ફાધર રેમન્ટે આ પુસ્તક વિમોચન કરીને જણાવ્યું હતું.કે આ પુસ્તક તમારા માટે નથી.પણ આવતાં ૫૦ વર્ષોમાં ઉપયોગી થશે.તે કારણે આ પુસ્તકનાં પુંઠા અને પાનાંઓનું ક્વોલીટીનું બાયડીંગ કરાવવામાં આવ્યું છે. સંસ્કૃતિ એટલે “જે રીતે માનવોનું કોઈ એક નિશ્ચિત જૂથ જીવન જીવે છે, વિચારે છે, લાગણી અનુભવે છે, પોતાને સંગઠિત કરે છે, જીવનની ઉજવણી કરે છે, પરસ્પર માન-સન્માનથી રહે છે તેમજ પરસ્પર આપ-લે કરે છે. દરેક સંસ્કૃતિમાં નિશ્ચિત મૂલ્યો આધારિત પ્રથાઓ હોય છે. દુનિયાના અર્થો તેમજ દ્રષ્ટિકોણો હોય છે. આ બધાં ભાષામાં, હાવભાવોમાં, પ્રતિકોમાં, રીતી રિવાજોમાં, વિવિધ કળાઓ તેમજ શૈલીઓમાં અભિવ્યક્ત થાય છે.” અને તેથી જ પુસ્તક લોકાર્પણ ની વિશિષ્ટતા એ હતી કે પ્રકૃતિના પૂરક એવા આદિવાસીઓના સહભાગીતા હેઠળ પુસ્તકનું લોકાર્પણ દીકરીઓના સર્વોદય છાત્રાલય, પાનખલા ખાતે ખાખરાના પાંદડામાં વીટાળીને કરવામાં આવ્યું.

આ કાર્યક્મમાં અમદાવાદ ભારતીય સંસ્કૃતિના સંશોધકનકર્તા અમદાવાદના ઉત્પલાબેન,વિધાનગર યુનિવર્સિટીના રીટાર્યડ પ્રોફેસર ડો.કનુભાઈ ,ડો.અશ્વિનભાઈ,ડો.શાંતીકર,સાંગલીયાભાઈ આદીવાસી સમાજના પ્રમુખ પ્રદીપ ગોરાસિયા ,મહાસચિવ અશોક ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Back to top button