T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડ કપ પહેલા ICCએ ડકવર્થ લુઇસ સહિત આ પાંચ નિયમોમાં કર્યા મોટા ફેરફાર

ICCએ T -20 વર્લ્ડ કપ 2024માં પાંચ જેટલા કડક નિયમો લાગૂ કર્યા છે. જેમાં સમયને લઈને ICC ખૂબ કડક જોવા મળી રહ્યું છે. સુપર ઓવર, ડકવર્થ લુઇસ સહિત પાંચ નવા નિયમ લાગૂ કર્યા છે.

T-20નો નવમો વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાવા જઈ રહ્યો છે. અમેરિકાને પ્રથમ વખત આટલી મોટી ICC ઇવેન્ટની યજમાની કરવાનો મોકો મળ્યો છે. આ વર્લ્ડ કપ અનેક રીતે ખાસ રહેવાનો છે. તેમાં 20 ટીમો ભાગ લઇ રહી છે. સાથે ICCએ આ કપમાં નવા નવા નિયમ પણ લાગૂ કર્યા છે, આટલા કડક નિયમ અગાઉ તમે ક્યારેય નહીં જોયા હોય. આવો જાણીએ તે પાંચ નવા નિયમ વિશે.

3 કલાક 10 મિનીટમાં મેચ પૂરી કરવી

ICC આ વર્લ્ડ કપમાં સમયને લઇ ખૂબ ચુસ્ત જોવા મળી રહ્યા છે. આ કપમાં એક મેચ 3 કલાક અને 10 મિનીટમાં પૂરી કરવાની રહેશે. એક ઈનિંગ પૂરી કરવા 1 કલાક 25 મિનીટનો સમય રખાયો છે. જો આટલા સમયમાં ઇનિંગ પૂરી નહીં થાય તો બોલિંગ સાઈડને તેનું નુકશાન થશે. જેમાં તેને બાઉન્ડ્રી પરથી એક પ્લેયર સર્કલમાં બોલાવવો પડશે. ફર્સ્ટ ઈનિંગ પૂરી થયા બાદ બ્રેક 20 મિનીટનો હશે.

સ્ટોપ વોચ

આ નિયમ મુજબ ઓવર પૂરી થયા બાદ બીજી ઓવર 1 મિનિટમાં શરુ કરવાની રહેશે. જો એવું નહીં થાય તો બેટિંગ સાઈડને 5 રન એક્સ્ટ્રા આપવામાં આવશે. એમ્પાયર આ માટે બે વખત વોર્નિંગ આપશે પછી ત્રીજી વખત એક્શન લેવામાં આવશે.

ડકવર્થ લુઇસ

જો મેચમાં વરસાદ પડે તો ડકવર્થ લુઇસ મુજબ રિઝલ્ટ આપવામાં આવશે. પરંતુ લીગ રાઉન્ડ અને નોક આઉટ રાઉન્ડમાં અલગ અલગ શરત રાખવામાં આવી છે. લીગ રાઉન્ડમાં મિનિમમ 5 ઓવર પૂરી થયા બાદ ડકવર્થ લુઇસનો ઉપયોગ થશે અને નોક આઉટ મેચોમાં 10 ઓવર પૂરી થયા બાદ.

સુપર ઓવર

અગાઉ એવો નિયમ હતો કે જો સુપર ઓવર પણ ટાઈ જાય તો જે ટીમે બાઉન્ડ્રી વધુ મારી હોય તેને વિજેતા ઘોષિત કરવામાં આવતી, પરંતુ 2019 વર્લ્ડ કપની ફાઇનલના વિવાદ બાદ આ નિયમ બદલી કાઢવામાં આવ્યો. હવે જ્યાં સુધી રિઝલ્ટ ના આવી જાય ત્યાં સુધી સુપર ઓવર રમાડવામાં આવશે.

રિઝર્વ ડે

આ વર્લ્ડ કપમાં બીજી સેમી ફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં નથી આવ્યો. પ્રથમ સેમીફાઇનલ અને ફાઇનલ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો બીજી સેમીફાઇનલમાં વરસાદ પડે તો સમય કરતા 4 કલાક અને 10 મિનિટ સુધીનો ટાઇમ આપવામાં આવશે, અને મેચ પૂરી કરવાની રાહ જોવામાં આવશે.

Related Articles

Back to top button