તાપી

ડોલવણના કણધા ગામની મહિલાઓ પાણીના બેડા સાથે વ્યારા કચેરીએ પહોંચી હલ્લાબોલ

કણધા ગામમાં પાણીની તકલીફ વધારે, અહી નળ છે, પણ તેમાં પાણી નથી

  1. છેલ્લા કેટલાક સમયથી પાણી નહી મળતા ઉનાળાની ગરમીમાં મુશ્કેલીમાં મુકાયેલી ડોલવણ તાલુકાની કણધા ગામની મહિલાઓ ગુરુવારે વ્યારા પાણી પુરવઠા કચેરીમાં માટલાઓ લઈને આવીને હલ્લાબોલ કર્યો હતો.

જો, ન્યાય નહી મળે તો કચેરીએ ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. બીજી તરફ અધિકારીઓ પરિસ્થિતિ ને ધ્યાન રાખી 24 કલાકમાં પાણી ચાલુ કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.

સરકારના ચોપડે ભલે પાણીની યોજનાઓ સો ટકા સફળ બની રહી છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. વ્યારા પાણી પુરવઠા કચેરીમાં ડોલવણના કણધા ગામના નિશાળ ફળિયા અને ગૌચર ફળિયાના લોકો માથે બેડા લઈ આવ્યા હતા. અંદાજિત 70 ઘરોમાં પાણી નહિ આવતા મહિલા સહિતના લોકો પાણી નહિ મળતા માથે માટલા લઈ પાણીની રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ કણધા ગામના ગૌચર ફળિયામાં હજુ સુધી નળ માં પાણી આવેલ નથી. અન્ય ફળિયાનાં 70 ઘરોમાં નળ કનેકશનો બાકી છે.જેથી તાત્કાલિક પાણી ચાલુ કરવાની માંગણી કરી હતી.

નળ છે પણ પાણી નથી કણધા ગામ પાણીની તકલીફ ખૂબ વધારે છે. નળ છે તેમાં પાણી નથી. માનવી અને પશુઓ માટે જરૂરી પાણી લેવા માટે દૂર દૂર જવું પડે છે.મુશ્કેલીઓ ખૂબ વધી છે. તૃપ્તિબેન, સ્થાનિક મહિલા

હાલ ગરમીમાં સમસ્યામાં વધારો કણધા ગામમાં વર્ષોથી પાણી સમસ્યા છે. હાલ ગરમીમાં સમસ્યાએ વધારો થતાં પાણી પુરવઠા કચેરીએ માટલા લઈ રજૂઆત કરવા આવું પડ્યું છે. જો નિરાકરણના આવે તો કચેરીનો ઘેરાવ કરીશું. પ્રતાપભાઈ પટેલ, સરપંચ

તાત્કાલિક કામ ચાલુ કરી દેવાયું છે આજે કણધા ગામની રજૂઆતો મળતા તાત્કાલિક કામ ચાલુ કરી દેવાયું છે. હાલ બોરી ફળિયુંમાં પાણી ચાલુ થઈ ગયું છે. અન્ય ફળીયામાં કામ ચાલુ છે. અંકિત ગરાસીયા, પાણી પુરવઠા અધિકારી

Related Articles

Back to top button