સંપાદકીય

ખેડૂતના દેવાના આંકડાની સ્થિતિ ચિંતાજનક, ઉપાય ક્યારે?

રાજ્યના ખેડૂતોના માથે છેલ્લા 10 વર્ષમાં દેવું વધ્યું છે. 10 વર્ષમાં રાજ્યના ખેડૂતોની લોનમાં 48 હજાર 53 કરોડનો વધારો થયો છે

ગુજરાતના ખેડૂતોના માથે બેંક લોન વધી છે.. છેલ્લા એક દાયકામાં ખેડૂતોના માથે બેંક લોનનો વધારો થયો છે. ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે આ સંવેદનશીલ મુદ્દો છે.. સતત વધતી લોન અને સરવાળે દેવામાફીની વાત આ મુદ્દો ગંભીર છે. સવાલ ઘણા છે.

  • શું ખેડૂતોની આવક અને ખર્ચનું બેલેન્સ જળવાતું નથી?
  • શું ખેડૂતોને ખેતીના ક્ષેત્રમાં યોગ્ય કમાણી થતી નથી?
  • શું ખેડૂત હવે ઓછી આવક થાય એવા પાક લેવાનું પસંદ કરતો જ નથી?
  • શું ખેડૂત દેવું કર્યા વગર ખેતી કરી શકે એ શક્ય છે?

ગુજરાતના ખેડૂતોની સ્થિતિ શું?

ગુજરાતની ખેડૂતોની સ્થિતિ એ છે કે રાજ્યના ખેડૂતોના માથે છેલ્લા 10 વર્ષમાં દેવું વધ્યું છે. 10 વર્ષમાં રાજ્યના ખેડૂતોની લોનમાં 48 હજાર 53 કરોડનો વધારો થયો છે. ગુજરાતના ખેડૂતોના માથે 82 હજાર 753 કરોડની લોન છે.

રાજ્યના ખેડૂતોની વર્ષ દિઠ બાકી લોન પર નજર કરીએ

  • 2014- 34100 કરોડ
  • 2015- 38200 કરોડ
  • 2016- 44800 કરોડ
  • 2017- 50600 કરોડ
  • 2018- 57100 કરોડ
  • 2019- 60944 કરોડ
  • 2020- 63349 કરોડ
  • 2021- 70723 કરોડ
  • 2022- 74134 કરોડ
  • 2023- 82753 કરોડ

હવે કયા રાજ્યમાં ખેડૂતોની કેટલી લોન બાકી છે તેના પર નજર કરીએ તો

  • તમિલનાડુ- રૂપિયા 2 લાખ 88 હજાર 990 કરોડ
  • આંધ્રપ્રદેશ- રૂપિયા 2 લાખ 8 હજાર 418 કરોડ
  • ઉત્તરપ્રદેશ- રૂપિયા 1 લાખ 91 હજાર 365 કરોડ
  • કર્ણાટક- રૂપિયા 1 લાખ 53 હજાર 440 કરોડ
  • રાજસ્થાન- રૂપિયા 1 લાખ 26 હજાર 980 કરોડ
  • મહારાષ્ટ્ર- રૂપિયા 1 લાખ 21 હજાર 765 કરોડ

વીતતા વર્ષો સાથે ખેડૂતોની લોનની રકમ સતત વધતી ગઇ છે.. વર્ષ દીઠ રાજ્યના ખેડૂતની વધતી લોન પર નજર કરીએ

  • 2015- 4100 કરોડનો વધારો
  • 2016- 6600 કરોડનો વધારો
  • 2017- 5800 કરોડનો વધારો
  • 2018- 6500 કરોડનો વધારો
  • 2019- 3844 કરોડનો વધારો
  • 2020- 2405 કરોડનો વધારો
  • 2021- 7374 કરોડનો વધારો
  • 2022- 3411 કરોડનો વધારો
  • 2023- 8619 કરોડનો વધારો

રાષ્ટ્રીય સ્તરે ખેડૂતોની બાકી લોનના આંકડા પર નજર કરીએ

  • 2021- 15 લાખ 18 હજાર 112 કરોડ
  • 2022- 17 લાખ 3 હજાર 315 કરોડ
  • 2023- 19 લાખ 7 હજાર 444 કરોડ

Related Articles

Back to top button