ડાંગ

ડાંગ જિલ્લાની 3 તાલુકાની 91માંથી 40 પંચાયતમાં વહીવટદાર ગાડુ ગબડાવાતા ગામોનો વિકાસ અટવાયો

ડાંગના 3 તાલુકાની 91માંથી 40 પંચાયતમાં વહીવટદાર દ્વારા ગાડુ ગબડાવાઇ રહ્યું છે. ડાંગ જિલ્લામાં મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ગામોના વિભાજન બાદ સરપંચની ચૂંટણી નહીં યોજાતા વહીવટદાર દ્વારા ગ્રામ પંચાયતની સત્તા ચલાવાય રહી છે તેમજ એક વહીવટદાર 5થી વધુ ગ્રામપંચાયત નો ચાર્જ સાંભળતો હોય ડાંગ જિલ્લાનો આદિવાસી વિકાસની માયાજાળમાં અટવાય જતા એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે અને સરપંચનું શાસન ફરી વખત સ્થપાય જેથી ગામનો વિકાસ થાય.

ડાંગ જિલ્લામાં આવેલ ગ્રામ પંચાયતમાં રસ્તા, પાણીની ટાંકી, જાહેર શૌચાલય, નવી પાણીની લાઈનો તેમજ અન્ય સુવિધા માટે નાણાંપંચ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ગ્રાન્ટ મળે છે પરંતુ બે વર્ષથી સરપંચ નહીં હોવાથી કામો ઝડપથી થતા નથી અને નવા કોઈ કામો તો થતા જ નથી. વહીવટદાર દ્વારા એક સાથે ત્રણ ચાર ગામોનું શાસન ચલાવવામાં આવે છે, જેના કારણે વહીવટદાર ગામ લોકોને જવાબ પણ આપતા નથી. ગ્રામજનોને સામાન્ય દાખલા કઢાવવા માટે પણ બે ત્રણ મહિના વીતી જાય છે. એટલું જ નહીં અનેક ગામો એવા છે કે જ્યાં બે મહિનામાં એક વખત વહીવટદાર કે તલાટી મંત્રી ભાગ્યે જ જોવા મળે છે.

આવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમયસર નહીં થતા અનેક ગામોમાં લોકો પરેશાન થઈ રહ્યાં છે. સરપંચ વગરના ગામોની સમસ્યા શું છે ? બે વર્ષથી ગ્રામપંચાયતોની ચૂંટણી થતી નથી. સરપંચના અભાવે ગામના વિકાસના કામો અટવાયા છે. વહીવટદારો 3-3 ગામોના શાસન ચલાવે છે. ગામલોકોને વહીવટદારો પાસેથી સમયસર જવાબ મળતો નથી. સામાન્ય દાખલાઓ પણ બેથી ત્રણ મહિને મળે છે. તલાટી મંત્રી પણ મરજી મુજબ મળે છે. રસ્તા, પાણી જેવી પ્રાથમિક સુવિધાની સમસ્યાનો ઉકેલ આવતો નથી. ગ્રાન્ટ આવી હોવા છતાં નિર્ણયના અભાવે કામ થતાં નથી. જનતા ઇચ્છે છે કે સરપંચની ચૂંટણી શક્ય તેટલી વહેલી યોજાય છે. ધારાસભ્ય,સંસદની ગ્રાન્ટનો ગામને ફાયદો મળતો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગત્યની કેમ? પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનું કામ સ્થાનિક સ્વરાજની સંસ્થાનું છે. રસ્તા,પીવાના પાણીની વ્યવસ્થા, પાણીના નિકાલની વ્યવસ્થા કરી છે. પંચાયત કે પાલિકા હસ્તગત કામગીરી હોય છે. સ્થાનિક કામોના નિકાલ માટે આ સંસ્થાઓ ખૂબજ જરૂરી છે. જોકે હાલમાં યોજાયેલી લોક્સભા ચૂંટણીનું 4થી જૂને પરિણામ આવશે ત્યારબાદ જ ગ્રામ પંચાયતની ચૂંટણી થવાના યોગ બનશે, જ્યાં સુધી ડાંગવાસીઓએ સરપંચ વગર તેમના જરૂરી કામો માટે રાહ જોવી પડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે . વિકાસની ગતિ અટકી જતા ગ્રામજનોને હાલાકી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 40માંથી 14 સરપંચ છે અને 26 ગ્રામ પંચાયત વહીવટદારો દ્વારા ચલાવાય રહી છે. જયારે વઘઇ તાલુકામાં 31 ગ્રામ પંચાયત પૈકી 15 સરપંચ હસ્તક અને 16 વહીવટદાર હસ્તક છે તેમજ સુબીર તાલુકામાં 20 ગ્રામ પંચાયતમાં 12 સરપંચ હસ્તક અને 8 વહીવટદાર હસ્તક ગાડું ગબડાવાતા વિકાસની ગતિ અટકી જતા ગ્રામજનો ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઇ છે.

Related Articles

Back to top button