ગુનોતાપી

સોનગઢ તાલુકાના જંગલ આમલપાડા ગામે સરકારે ખેડવા આપેલી જંગલ જમીન ને નાના ભાઈ એ ભાડે આપી દેતાં આ અંગે મોટા ભાઈ સાથે ઝઘડો

ભાઈ અને બહેન, બનેવીએ સરકારે આપેલી જંગલ જમીન ભાડે આપી હતી

સોનગઢ તાલુકાના જંગલ આમલપાડા ગામે સરકારે ખેડવા આપેલી જંગલ જમીન ને નાના ભાઈ એ ભાડે આપી દેતાં આ અંગે મોટા ભાઈ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા માં નાના ભાઈ એ મોટા ભાઈ નું માથું ફોડી નાખ્યું હતું.

રામસિંગ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ ગુજરાત સરકાર દ્વારા રામસિંગભાઈ વસાવા તેમના નાના ભાઇ સામસિંગ અને બહેન નયના બહેન ને શરતો ને આધિન ખેતી કરવા માટે જંગલ જમીન ફાળવી હતી. આ જમીન તેમના નાના ભાઇ સામસિંગ ભાઈ અને નયના બહેન તથા બનેવી નારણ વસાવાએ રામસિંગની જાણ બહાર અન્ય ને ભાડા પટ્ટા એ ખેડવા આપી હતી. આ જાણ રામસિંગ ભાઈ ને થતાં તેઓ જાણકારી મેળવવા ભાઈ ને ફોન કરતાં તેણે કહ્યું કે ઘરે બેસી ને ચર્ચા કરીએ. આ અંગે રામસિંગ ભાઈ એ નયના બહેન અને નાના ભાઈ સામસિંગ ને જમીન ભાડે આપવા બદલ ઠપકો આપ્યો હતો.

જેથી ઉશ્કેરાટ માં બનેવી નારણ વસાવા અને નયના બહેને ફરિયાદી ને પકડી રાખી જ્યારે પાછળ થી સામસિંગ ભાઈ એ લાકડી લાવી મોટા ભાઈ ના માથામાં બે સપાટા મારી દીધાં હતાં. એ પછી બૂમાં બૂમ થતાં ગામના અન્ય લોકો ત્યાં દોડી આવી રામસિંગ ને વધુ માર ખાતાં બચાવેલા. આરોપી સામસિંગ જતાં જતાં કહી ગયો હતાં કે આજે તો મારી નાંખવા નો હતો પણ બચી ગયો બીજી વખત મળશે તો છોડીશ નહિ . રામસિંગ ભાઈને માથામાં ઇજા સાથે સ્થાનિક દવાખાને સારવાર કરી વધુ સારવાર અર્થે સોનગઢ સરકારી હોસ્પિટલ લવાયા હતા. બનાવ સંદર્ભે રામસિંગ વસાવાએ નાના ભાઈ સામસિંગ , બનેવી નારણ વસાવા અને બહેન નયના સામે સોનગઢ પોલીસમાં ફરિયાદ આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button