માંગરોળરમતગમત

વાડી ગામ ખાતે એક ગ્રામીણ ઓલમ્પિક રમતોત્સનું આયોજન કરવામાં આવ્યું

વિસરાય રહેલ દેશની અસલ કબડ્ડીનો વારસો જાળવી રાખવાનો પ્રયાસ

ગ્રામીણ ઓલપમ્પિક, રાજ્યના રમત ગમત વિભાગ અને સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે, ઉમરપાડાના વાડી ગામે દર વર્ષે નવા વર્ષના દિવસે યોજાય છે. દેશમાં વિસરાય રહેલ દેશની અસલ કબડ્ડીનો વારસો જાળવી રાખવાનો કરવામાં આવી રહ્યો છે પ્રયાસ.

એક તરફ દેશમાં ક્રિકેટ અને ફૂટબોલ જેવી બિન ભારતીય રમતોની લોકચાહના દેવસે દિવસે ખુબ જ વધી રહી છે. ત્યારે બીજી તરફ દેશની પોતાની કબડ્ડી, ખોખો, જેવી રમતો હવે વિસરાય રહી છે. ત્યારે આ વિસરાતી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 38 વર્ષ થી એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહયી છે. દર વર્ષે દિવાળી બાદ હિન્દુ નવા વર્ષ દિવસે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઉમરપાડાના વાડી ગામ ખાતે એક ગ્રામીણ ઓલમ્પિક રમતોત્સનું આયોજન કરવામાં આવે છે. જેમાં કબડ્ડીની રમતનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આ રમતમાં ભાગ લેવા માટે રમતવીરો આવે છે.

કબડ્ડી અને ખો ખો જેવી ભારતીય રમતો ધીરે ધીરે હવે વીસરાય રહી છે. ત્યારે આ ભારતીય રમટોની પરંપરા જાળવી રાખવા માટે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 38 વર્ષથી આ ઉત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રમતોત્સવમાં દેશભરમાંથી 80 જેટલી કબડ્ડીના રમતવીરોની ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી કેટલીક ટીમોમાં સ્ટેટ ચેમ્પિયન તેમજ નેશનલ ટિમ ચેમ્પિયન ખેલાડીઓ પણ રમતમાં ભાગ લેવા આવે છે. સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આ તમામ રમતવિરો માટે રહેવાની, ભોજનની તેમજ મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે. વિજેતા ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ પુરષકાર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button