માંડવી

અરેઠ ક્વોરીમાં થતાં બ્લાસ્ટિંગથી આવતાં કંપન અંગે ડેમો કરી કંપનની તીવ્રતા મેળવવાની પ્રક્રિયા શરૂ

માંડવી તાલુકાના અરેઠ ગામે સ્ટોન ક્વોરી સામે ગ્રામજનો દ્વારા ચલાવવામાં આવતી લડત ધીમેધીમે મક્કમ થઈ રહી છે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિને તપાસ સમિતીની જાહેરાત બાદ હાલમાં અધિકારીઓ આવીને ગામની રજૂઆતને અનુલક્ષીને તપાસ કરી રહ્યાં છે. આ તપાસ યોગ્ય થશે કે કેમ તે સામે હાલની પરિસ્થિતિમાં જ લોકોને અવિશ્વાસ ઊભો થાય તે રીતે કામગીરી થઈ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.

અરેઠ ગામે સ્ટોન ક્વોરીમાં વેગન બ્લાસ્ટિંગને કારણે ઘરોમાં તિરાડ પડવા સાથે ભૂગર્ભ જળસપાટી નીચે ઉતરી હોવાની રાવ સાથે ગ્રામજનોએ ક્વોરી સંચાલકો સામે લડત શરૂ કરી છે. આ ક્વોરી ઉદ્યોગને લઈ ગામ ઉપર માઠી અસર પડી રહી છે. ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તપાસ સમિતીની રચના કરી હતી. જેને લઈ પ્રાંત, ભૂસ્તર વિભાગ તેમજ અલગ અલગ વિભાગની ટીમો રિપોર્ટ રજૂ કરવાના અંતિમ દિવસે અરેઠ આવી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ બ્લાસ્ટિંગની તીવ્રતાથી ઘરોને અસર પડે છે કે કેમ તે માટે આધૂનિક ઉપકરણ લગાવી ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરી કંપનના આંકડા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ આખી પ્રક્રિયાની સામે જ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખરેખર અગાઉ થતું બ્લાસ્ટિંગ અને હાલ તપાસ દરમિયાન બ્લાસ્ટિંગમાં કયો અને કેટલા પ્રમાણમાં વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી હોતી નથી. જેથી તેની વિશ્વસનીયતા નક્કી કરવું શક્ય ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે.

બીજી તરફ હાલમાં કેટલીક ટીમ દ્વારા અરેઠ ગામે કોલોની ફળિયા તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરોમાં પડેલી તિરાડો અંગે ફોટોગ્રાફી સહિતની કામગીરી પણ કરવામાં આવી છે. સરપંચની સહી સાથે પંચાયતના લેટરપેડ પર લખાણ મંગાયાની ચર્ચા તપાસ સમિતી દ્વારા ક્વોરીમાં થતાં બ્લાસ્ટિંગથી ઘરોમાં થતું નુકસાન ભૂગર્ભ જળસ્તર નીચા ગયા છે કે કેમ સહિતના મુદ્દાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર કેટલાક લખાણો સાથે સરપંચની સહી માંગતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મહિલાઓ સાથે અભદ્ર વર્તન ગ્રામજનોના વિરોધ વચ્ચે ક્વોરીથી થતું નુકસાન અંગે તપાસ સમિતી અરેઠ પહોંચી હતી તે સમયે એક સ્ટોન ક્વોરીના માલિક તથા તેના ડ્રાઈવરે અરેઠ ખાતે હાજર કેટલીક મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હોવાથી સ્થાનિક મહિલાઓમાં રોષ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button