બારડોલી

બારડોલીમાં 2024ની સાંસદની ચુંટણીના રણશીંગઢા ફૂંકાયા

લોકસભા ચૂંટણી નજીક આવતાજ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે.

મંગળવારના રોજ રાજ્યની 26 બેઠકો સાથે બારડોલી લોકસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ હળપતી અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. પરિશ્રમ પાર્ક ખાતે પક્ષની જિલ્લા મધ્યસ્થ કાર્યાલયની નીચે જ ચૂંટણી કાર્યાલય શરૂ થતાં હવે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઇ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતુ. ત્યારબાદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ હળપતિએ જંગી બહુમતીથી જીતાડીને કમળ ખીલવવા અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ ગઈકાલનો દિવસ સમગ્ર દેશ માટે ઐતિહાસિક હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારના યોજના વિશે માહિતી આપીને આ બધી બાબતો લોકો સુધી પહોંચાડીને છેવાડે રહેતા નાના માણસોને લાભ આપ્યા છે. ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમારે જણાવ્યુ હતુ કે, આપણા માર્ગદર્શક અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબની સૂચનાથી આજે સમગ્ર રાજ્યના તમામ 26 લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું એક સાથે ઉદઘાટન કરવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓને ૫ લાખ જેટલી જંગી લીડથી જીતવાનું એક લક્ષ્ય હોવું જોઇએ. ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ લોકસભાની તમામ બેઠકો ૫ લાખની લીડથી જીતવાની છે. તે માટે જવાબદારીથી કામે લાગી જવા માટે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા પ્રભારી ઉષાબેન પટેલ, તાપી જીલ્લા ભાજપ પ્રભારી મધુભાઈ કથીરીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button