તાપી

ભીમપોરમાં માટીચોર બેફામ બની આરટીઆઈ કરનારને પરાઈ ઉગામી મારવા જતા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ

વાલોડ તાલુકાના ભીમપોર ખાતે રહેતા પ્રફુલભાઈ ગામીતે પોલીસ સ્ટેશનમાં તથા ઉચ્ચ અધિકારીઓને અરજ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગામમાં તથા આજુબાજુના વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે કૃત્ય સામે જેમાં દૂધ ડેરીમાં 40 વર્ષથી દૂધ ભરતા પશુપાલકોને સભાસદ ન બનાવી શોષણ થતા ડેરીમાં તેમજ ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબત આર.ટી.આઈ કરી હતી, જેનો વેર રાખી તેમની સામે કાર્યવાહી કરવા અધિકારીઓને દબાણ કરવામાં આવ્યું હતું અને તેની વિરૂદ્ધ નોટિસો પણ કાઢી હતી.

જીઇબીમાં આર.ટી.આઈ કરી ગૌચરમાં વીજ જોડાણ આપેલ છે તેની આરટીઆઇ કરી હતી તેમજ ભીમપોર તથા આજુબાજુમાં ગામોમાં માટી ચોરી અને ઈંટના ભઠ્ઠા વિરૂદ્ધ ઉભો થતો હોવાથી ડ તાલુકાની સહકારી સંસ્થાઓમાં મહત્વનો હોદ્દો ધરાવતા પ્રતિષ્ઠિત વ્યક્તિના પુત્ર ના ગોરખધંધા ખુલ્લો પાડતો હોવાથી પ્રતિષ્ઠિત વ્યક્તિના પુત્ર સતિષભાઈ ગામીત જે માટીચોરી વેચાણ કરતા હોવાથી ગેર કાયદેસર કાર્ય કરવા ના દેતા હોવાથી પ્રફુલભાઈ પર વેર રાખી સતીશ ગામીતે 15 માર્ચના રોજ પ્રફુલભાઈ ખેતરે હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે સતિષ તેની કાર નંબર (GJ.26AB .9876) લાવી ગાડીમાંથી ઉતરી ગાળા ગાળી કરી ડેરી, ગ્રામ પંચાયતમાં આરટીઆઇ કરી હેરાન પરેશાન કરતો હોવાનું અને માટી કાઢવાના ધંધામાં કાયમ આડો આવતો હોવાનું જણાવી, કારની ડીકી ખોલી પરાઈ કાઢી મારવા ઉગામી હતી અને કહ્યું હતું તને મારી નાખશે અને માટીમાં જ ખાડો ખોદી દાટી દેવાની ધમકી આપી હતી અને પ્રફુલની લાશ પરિવારને મળશે નહીં એવું જણાવ્યું હતું.

ભૂસ્તર વિભાગમાં માટી ચોરીની જાણ કરતા હોવાનું અને પોલીસને પણ જાણ કરી આવવાનું જણાવી ધાક ધમકી આપી હતી અને કહ્યું હતું કે ભૂસ્તર વિભાગ અને મામલતદારમાં અમો હપ્તા ભરીએ છીએ. તારાથી થાય તે કરી લેજે, હું માટી કાઢીશ, મારું તું કંઈ ઉખાડી લેવાનો નથી, મારે બધા વિભાગોમાં હપ્તા ચાલે છે. તું પોલીસ કેસ કરશે, તો પણ હું એક દિવસમાં બહાર આવી જઈશ એમ કહી જતા જણાવ્યું હતું કે મારા કે મારા પિતા વિરૂદ્ધ ફરિયાદ કે આર.ટી.આઈ કરશે તો તારો છેલ્લો દિવસ હશે, તને માટી કાઢીશ ત્યાં જ તને મારી દાટી દેવા આ રીતની ધમકી મળતા પ્રફુલભાઈ ગભરાઈ ગયો હતો અને તા. 21 ના રોજ વાલોડ પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button