ડાંગ

ચેકડેમમાં નિમ્ન કક્ષાનું મટીરીયલ વપરાતા કી વોલમાં લીકેજ રહેતા સરકારના કરોડો રૂપિયા પાણીમાં

સાપુતારા ડાંગ જિલ્લામાં વર્ષે દહાડે 100 ઇંચથી વધુ વરસાદ ખાબકે છે પરંતુ ડુંગરાળ પરિસ્થિતિના પગલે વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારમાં નકામું વહી જાય છે અને ચોમાસુ પૂર્ણ થતાં જ ડાંગ જિલ્લામાં પીવાના પાણી સહિત સિંચાઈ ખેતી માટે ભારે હાલાકી વેઠવી પડે છે.

આવી કપરી પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદાજળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર યોજના વેર -2 હેઠળ સુબિર તાલુકાના પીપલપાડા ગામે લાખ્ખો રૂપીયાના ખર્ચે ચેકડેમ નિર્માણની કામગીરી શિવ કન્ટ્રક્શન ધંધુકા, અમદાવાદને સોંપવામાં આવ્યું હતું. જેમાં ઇજારદાર દ્વારા નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરતા ચેકડેમના ” કી વોલ “માં લીકેજ રહી જતા સરકારી લાખ્ખો રૂપિયાના ખર્ચ બાદ પણ ચેકડેમનું પાણી નકામું વહી જતા આદિવાસી ગરીબ ખેડૂતોને સિંચાઈની ખેતી કરવા સ્વપ્નું બની રહ્યું છે.

સુબિર તાલુકાના પીપલપાડા ગામે વેર -2 યોજના વિભાગ વ્યારા દ્વારા કરારનામાં નં B-1/76 ઓફ 2022/23 માં નિર્માણ થયું હોવાનું દર્શાવ્યું છે, પરંતુ કેટલા ખર્ચે બન્યું છે, તે ચેકડેમ લીકેજ રહી જતા જાણી જોઈ દર્શાવ્યું ન હોવાનું જણાય રહ્યું છે. તેમજ આસપાસના આદિવાસી ખેડૂતોને સરકારી લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલ ચેકડેમનું પાણી નસીબ ન થતા તેમની સ્થિતિ કફોડી બની છે. ઇજારદારને રિપેર કરવાની સૂચના આપી છે પીપલપાડા નજીક બનેલ ચેકડેમમાં થોડી ક્ષતિ રહી ગઈ છે, પરંતુ તે ગેરેન્ટીમાં આવતું હોય ઇજારદારને રીપેર કરવાની સૂચના આપવામાં આવી છે.ત્યારે સવાલ એ થાય છે કે ચેકડેમ નિર્માણ સમયે જ અધિકારીઓ દ્વારા યોગ્ય સુપરવિઝન કર્યું હોય તો ઇજારદારે ઉતારેલી વેઠ ના કારણે જો લીકેજ રહી ગયું હોવાની શક્યતા છે. ત્યારે હવે ચેકડેમનું પાણી નકામું વહી ગયા બાદ રીપેર કામ હાથ ધરવામાં આવશે, >એચ.ડી.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર, નર્મદા જળસંપતિ વેર -2 વિભાગ, ડાંગ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button