ગુનોડાંગ

ડાંગમાં PM આવાસ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર પ્રકરણમાં તપાસનો દોર શરૂ

ડાંગ જિલ્લામાં કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં કર્મચારીઓ ઓડિટના નામે હપ્તો પાસ કરવા માટે તેમજ લાભાર્થીના એકાઉન્ટમાં રૂપિયા નાખવા માટે લાભાર્થી પાસેથી એક હપ્તા પેટે રૂ.1500 પડાવી લેવાના પ્રકરણના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા જ હોય છે. ડાંગ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરએ જણાવ્યું હતું કે, ટીડીઓ પાસેથી અહેવાલ મંગાવ્યો છે એ અહેવાલ જોયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશેનું જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસના હપ્તામાંથી ઓડિટના નામે રૂપિયા સેરવી લેતા હોવાનો ઘટસ્ફોટ સમાચાર પત્રોના સ્ટિંગ ઓપરેશનમાં થયો હતો. જિલ્લામાં મોટાપાયે ચાલી રહેલા કૌભાંડનો ડાંગની ભોળી પ્રજાને ખ્યાલ સુદ્ધાં નથી. ગ્રામ્ય વિસ્તારમાં આ પીએમ યોજનામાં ત્રણ હપ્તા પેટે આવાસના લાભાર્થીને કુલ રૂ. 1.60 લાખ આપવામાં આવે છે પરંતુ તે હપ્તામાંથી વચેટીયા ઓડિટના નામે ઉઘરાણુ કરી લેતા લાભાર્થીઓની સાથે છેતરપિંડી થઇ રહ્યા હોવાનો કૌભાંડનો ખુલાસો થયો છે. ડીડીઓ દ્વારા આપવામાં આવેલ તપાસ જો વ્યવસ્થિત અને યોગ્ય રીતે કરવામાં આવે તો હજી ઘણા નામો બહાર આવી શકે તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button