ગુજરાતતાપીદક્ષિણ ગુજરાતરાજનીતિરાજ્ય

મુખ્યમંત્રીના આગમન પૂર્વે રસ્તાનો મેકઅપ શરૂ

કીચડ પર કપચી પાવડર નાખી ઢાંકી દેવાયો

  • સોનગઢના દેવજીપૂરા વિસ્તારમાં પથરાયેલો કીચડ પર કપચી પાવડર નાખી ઢાંકી દેવાયો

સામાન્ય રીતે ભર ચોમાસામાં રોડ રસ્તા પર પડેલાં ખાડા પુરવા માટે અને કીચડ દૂર કરવા માટે જ્યારે આમ જનતા પાલિકા કચેરી એ ફરિયાદ કરે છે ત્યારે વરસાદના બહાને તેમની વાત યોગ્ય રીતે સાંભળવામાં આવતી નથી. પણ જો કોઈ રાજકીય નેતા આવવાના હોય ત્યારે તંત્ર અને કર્મચારીઓ નું કોઈ બહાનું કે વાત ચલાવી લેવામાં આવતી નથી અને ફરજિયાત કામે લાગી જવું પડતું હોય છે. આ વાતને સાબિત કરતો નજારો સોમવારે સોનગઢ નગરના દેવજીપૂરા વિસ્તારમાં જોવા મળ્યો હતો.

નવમી ઓગસ્ટ 2023ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોનગઢ નજીક ના ગુણસદા ગામે આવી રહ્યાં છે. આ બાબત ધ્યાનમાં રાખી દેવજીપૂરા ચાર રસ્તાથી માંડીને સભા સ્થળ સુધીના રસ્તા ની આસપાસ ના કાદવ કીચડની સાફસફાઈ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા એકાદ વર્ષ થી અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખતી વેળા ઉખડીને પડેલાં બ્લોકને ફરી સરખા બેસાડવાનું મુહૂર્ત પણ નીકળી આવ્યું છે. એ સાથે જ કચરાની સાફસફાઈ શરૂ થયેલી જોઈ શકાય છે.

રસ્તા પર પડેલ ખાડા પુરવા નું કામ પણ જોર શોર માં ચાલી રહ્યું છે. દેવજીપૂરાના વૃંદાવન સોસાયટીની સામે આમલી ફળિયા માં ખુલ્લા પડેલા કાદવ પર કપચી પાવડર નાખી તેને જેસીબી વડે સમતળ કરવામાં આવી રહ્યું છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button