માંડવી

ડોલવણ ગામમાં નવો વહીવટી હુકમ: ગામમાં વેપાર કરવો હશે તો ભરવો પડશે બોન્ડ

બહારના દુકાનદારે 1થી 3 લાખના બોન્ડ ગ્રામ પંચાયતના નામે કરવાના રહેશે

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગઢ 19મીના રોજ યુવકની હત્યા બાદ બહારના લોકો સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો જેને લઈને એક તારીખ સુધી કેટલીક દુકાનો બંધ રાખવા માટેનું સ્થાનિકોએ નિર્ણય કર્યો હતો. જો કે હાલ વિવિધ નિયમોને આધીન દુકાનો ફરી શરૂ કરવાની મંજૂરી આપી દેવાય હતી. ડોલવણ તાલુકા મથકે પરપ્રાંતીય યુવક દ્વારા આદિવાસી યુવકની હત્યા બાદ તા.19 મીથી પંથકમાં આદિવાસી સમાજ દ્વારા પરપ્રાંતીય લોકો સામે વિરોધ શરૂ થયો હતો અને આદિવાસી પંચ દ્વારા ડોલવણ પંથકમાં પરપ્રાંતિય લોકોની દુકાનો બંધ કરાવી દેવાઈ હતી.

સતત 11 થી 12 દિવસ દુકાનો બંધ રહ્યા બાદ પંચ દ્વારા ગતરોજ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મોટે ભાગના સ્થાનિક યુવાનોએ દુકાનો ચાલુ જ ના રાખવા દેવી એવું સૂચન કર્યું હતું. જોકે લાંબાગાળા સુધી દુકાનો બંધ રાખવું યોગ્ય ન હોવાથી પંચોના આગેવાનો અને ગ્રામ પંચાયતના પ્રયાસથી કેટલીક શરતોને આધીન દુકાનો ચાલુ કરવાનું નક્કી થતા સોમવારથી શાંતિ પૂર્ણ માહોલમાં ડોલવણ પંથકમાં પરપ્રાંતીય લોકોની દુકાનો શરૂ થઇ હતી. જોકે તે માટે આદિવાસી પંચ અને ગ્રામજનોએ સરપંચ અને તલાટીને એક લેખિત આવેદનપત્ર આપ્યું હતું. તેમાં માગ કરી હતી કે, લોકસભાની ચૂંટણી બાદ આચારસંહિતા પૂર્ણ થયા બાદ ગ્રામસભા બોલાવી કેટલાક ઠરાવો કરવાના નક્કી કરાયા હતા.

આ નિયમો લાગુ કરાયા

પરપ્રાંતીયોના રહેઠાણના દાખલા 6 માસમાં નાબૂદ કરવા, કાયમી રહેઠાણની મંજૂરી આપવી નહિ, પરપ્રાંતીય લોકો માટે મુવમેન્ટ રજીસ્ટર બનાવવું, ફેરિયા તથા ભંગારવાળા માટે ગામમાં નો એન્ટ્રી, જાહેર રસ્તા ઉપર લાઈટ તથા સીસીટીવી કેમેરા મુકવા અને દર વર્ષે 13મી માર્ચે મૃતક અંકુર કુમારની યાદમાં સમસ્ત ડોલવણ ગામ બંધ રાખવું તથા પરપ્રાંતીય લોકોએ એક બાહેધરી પત્ર આપવાનો રહેશે. જેમાં મૂળ વતનના રહેઠાણની પોલીસ મથકની એનઓસી ઉપરાંત વ્યવસાયિક, દુકાનદારો, સહીત હાર્ડવેર, ઇલેક્ટ્રિક, વાસણની દુકાન ધારકોએ રૂ.1 લાખથી લઇ રૂ.3 લાખ સુધીનો બોન્ડ પંચાયતના નામે કરવાનો રહેશે. વગેરે શરતો મૂકવામાં આવી છે. જોકે લોકસભા ચૂંટણી સુધી વાતાવરણ ન ડહોળાઈ તે માટે પણ બંને પક્ષ દ્વારા પ્રયાસો કરવાના રહશે.નહિ તો સ્થિતિ ફરી વણસી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button