ડાંગ

સુબીર તાલુકાના ગારખડીના આંતરિક મહુના ફળિયાથી પંચાયત ઘર તરફ જતા માર્ગને જોડતો કોઝવે રિપેર ન થાય તો ગ્રામજનોની આંદોલનની ચીમકી

ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ ગારખડી ગામે આંતરિક માર્ગ પર આવેલ કોઝવે અત્યંત બિસ્માર થઈ ગયા બાદ ગ્રામજનોએ અવારનવાર જે તે સંબંધિત તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી ન થતા આખરે 26મી જાન્યુઆરીએ ગ્રામજનો દ્વારા હડતાળ કરવાની ચીમકી ઉચારતા તાલુકા વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.

સુબીર તાલુકાના ગારખડીના આંતરિક મહુના ફળિયાથી પંચાયત ઘર તરફ જતા માર્ગને જોડતો કોઝવે છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર થઈ જતા નાનામોટા વાહનો સહિત પગપાળા જતા લોકોને અવરજવરમાં હાલાકી વેઠવી પડી રહી છે. ગારખડીના ગ્રામજનો દ્વારા બિસ્માર કોઝવેના મરામત માટે સ્થાનિક તાલુકા પંચાયતના સભ્ય સહિત ગ્રામસભામાં પણ અનેક લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ તસ્દી ન લેવાતા 26મી જાન્યુઆરીએ 75માં પ્રજાસત્તાક દિને હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલી નિવારવા કોઈ પગલાં લેવાતા નથી, જેના કારણે તાલુકા, જિલ્લા પંચાયતના શાસકો સામે ગ્રામજનો ફિટકાર વરસાવી રહ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button