ઉમરપાડા

ઉમરપાડાના કેવડી ગામે રૂ. 306 લાખના ખર્ચે એગ્રો પ્રોસેસીંગ યુનિટનું શરૂ કરવામાં આવ્યું

પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ઉમરપાડા તાલુકાના કેવડી ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂા. 306 લાખના ખર્ચે એગ્રો પ્રોસેસીંગ યુનિટનું ઉદ્ઘાટન તથા ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતિ હસ્તાંતરીત કાર્યક્રમ યોજાયો હતો.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામે શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત ઉમરપાડા તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારના ખેડૂતોના ઉત્થાન માટે તેમજ તેમના હિતને કેન્દ્ર સ્થાને રાખી આ યુનિટ દ્વારા મૂલ્યવર્ધન થકી ખેત પેદાશોનો પોષણક્ષ ભાળો મળી રહે તે માટે એગ્રો પ્રોસેસીંગ યુનિટનો ઉદ્ઘાટન સમારોહ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઉમરપાડાને હસ્તાંતરીત કુલ રૂા. 306 લાખના ખર્ચે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા એ જણાવ્યું કે, આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2020ના રોજ શુભારંભ કરવામાં આવ્યો અને 2021મા મારા હસ્તે ભુમિપૂજન કરવામાં આવ્યું અને આજે એગ્રો પ્રોસેસીંગ યુનિટનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો. આ એગ્રો પ્રોસેસીંગ યુનિટ અંતર્ગત સોયા પ્રોસેસીંગ યુનિટ, રાઈસમીલ, આટા મેકીંગ પ્લાન્ટ તેમજ દાળમીલ થકી એગ્રો પ્રોડકટનું વેલ્યેઅશેન થનાર છે. જેથી ખેડૂતોને ઉપજનું સારૂ વળતર મળી રહેશે, યુણવત્તા યુક્ત પ્રોકટ મળશે અને ખેડૂત પરિવારોનું જીવન ધોરણ ઉંચુ આવશે. આ યોજનાનો લાભ ઉમરપાડા, માંગરોળ, માંડવી, સેલંબા, વાલીયા, નેત્રંગ તથા ડેડિયાપાડાના તાલુકાના તમામ નાના મોટા ખેડૂતોને લાભ મળશે.

ઉપરોકત કૃષિ કિટ વિતરણ કાર્યક્રમાં એપીએમસી ચેરમેન સામસિંગભાઈ વસાવા, સેક્રેટરી અજીતસિંહ અટોદરીયા, અધ્યક્ષ આદિજાતિ અને મહિલા બાળ વિકાસ સમિતિના દરીયાબેન વસાવા, જિ.પં. સદસ્ય રાજુભાઈ વસાવા, તાલુકા સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમીષભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્યઓ, સામાજીક અગ્રણીઓ શાંતીલાલભાઈ વસાવા, નાનસિંગભાઈ વસાવા, સરપંચ વિનયભાઈ વસાવા, ખેડૂતો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button