ઉમરપાડા

સુરત જિલ્લાના ઉમરપાડાના માંડણપાડા ગામે વિના કારણે બેઠેલા યુવક ઉપર ગામના જ યુવકે લાકડાના સપાટા વડે જીવલેણ હુમલો

જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે ઉમરપાડા પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુનીલ સુમનભાઈ ચૌધરી રહે.માંડણપાડા ગામ તા.ઉમરપાડા ડ્રાઇવીંગ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગામમાં રહેતા રાજુભાઇના ઘરે એક દિવસ પૂર્વે મયંત થયું હોવાના કારણે સુનીલભાઇ ત્યાં બેસવા માટે ગયા હતા. ત્યારે તેમની સાથે ગામમાં રહેતા મહેન્દ્રભાઈ બેઠા હતા અને જે સુનીલભાઇને ઘરે જવાનું કહી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સુનીલભાઈ એકલા બેઠા હતા. જે દરમ્યાન મહેન્દ્રભાઈ અચાનક લાકડાનો સપાટો લઇને દોડી આવી સુનીલભાઇને માથાનાં તેમજ શરીરનાં અન્ય ભાગે ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી નાખતા લોકટોળું એકત્રીત થઇ જતા મહેન્દ્ર સુનીલને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

ઇજાગ્રસ્ત સુનીલને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. સુનીલભાઇ દ્વારા સમગ્ર ઘટના અંગે ઉમરપાડા પોલીસ મથકે ફરીયાદ કરતા હાલ પોલીસે મારા મારી સહિત જાનથી મારી નાખવાની ધમકી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button