માંડવી

માંડવી તાલુકામાં અચાનક પડેલા વરસાદના પગલે ખેડુતોને ખુબ મોટા પાયે નુકસાન

માંડવી તાલુકામાં અચાનક પડેલા વરસાદના પગલે ખેડુતોને ખુબ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માંડવી તાલુકાનાં ગામોમાં કેટલીક જગ્યાએ કરા જોડે વરસાદ પડ્યો હતો. માંડવીના ગામોમાં અચાનક પવન જોડે વરસાદ આવતા લોકોના ઘરે નળિયા અને પતરા ઉડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકામાં ગઈકાલે મોડી સાંજે તથા રાત્રે અચાનક આવેલા વરસાદ તથા વાવાઝોડાથી કેટલાક ખેડૂતોને ખુબ મોટા પાયે નુકસાન થયું હતું દાદાકુઈ, રેગામાં, લાડકુવા,રઘીપુરા જેવા ગામોની અંદર અનેક લોકોના ઘરના છાપરા ઉડી ગયા હતા તો વળી ખેતીવાડીમાં પણ મોટું નુકસાન પહોંચ્યું હતું જેમાં દાદાકુઈના રમેશભાઈ છગનભાઈ ચૌધરી ત્યાં અચાનક પતરા ઉડી જતાં ઘરેમાં પાણીનો ભરાવો થયો હતો કુટુંબના લોકોએ આખી રાત ડરના માહોલમાં વિતાવી હતી જ્યારે રેવનદાસ બિજલા ચૌધરીના ઘરે અચાનક ઝાડ તૂટી પડતા ખુબ મોટું નુકશાન થયું હતું. નાનું મોટું નુકશાન મોટા ભાગના ઘરોમાં થયું છે. આ બાબતની જાણ સરપંચ ચિરાગ ચૌધરીએ તલાટીને કરીને આગળ સહાય માટે રજુઆત કરી છે ખેડૂતોનું અનાજ અને પાક ભીનાઈ જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

Related Articles

Back to top button