નર્મદા

નાંદોદ તાલુકાના મોજી ગામે યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોજી ગામમાં રહેતી એક અપરણીત યુવતીએ પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી છે. તેના પિતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાણ કરાઇ છે.

આ બનાવ અંગે મૃતકના પિતા હરેશભાઈ અમૃતભાઈ વસાવાએ પોલીસને જાણ કરતાં રાજપીપળા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકને તેના પિતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી તેણીને મનમાં લાગી આવતાં આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે રાજપીપળા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

નાંદોદ તાલુકાના મોજી ગામમાં જૂના ફળિયા વિસ્તારમાં રહેતી હસીના હરેશભાઈ વસાવા નામની અપરણિત યુવતી કે જેણે પોતાના ઘેર ઘાસ મારવાની ઝેરી દવા પી લેતા તેણીને વિપરિત અસર થઈ હતી અને મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button