ગુજરાતગુનોતાપીદક્ષિણ ગુજરાતરાજ્ય

વ્યભિચારનો શેતાન જાગ્યો; સોનગઢ ના મોંઘવાણ ગામે

રાત્રે બારીમાંથી ઘરમાં ઘૂસી પરિણીતાની છેડતી કરી

સોનગઢ તાલુકાનાં મોંઘવાણ ગામે ખેડૂત પરિવારની એક પરિણીતા રાત્રે પોતાના ઘરમાં સુતા હતા ત્યારે આ જ ગામનો એક યુવક ઘરની બારી વાટે દાખલ થઈ મહિલા સાથે બળજબરી કરી છેડતી કરતાં પોલીસ મથકે આરોપી યુવક સામે પરિણીતા દ્વારા ફરિયાદ દાખલ કરાઇ છે.

સોનગઢ તાલુકાનાં  મોંઘવાણ ગામના પટેલ ફળિયા માં રહેતી ૩૮ વર્ષીય એક પરિણીતાનો ગરીબ પરિવાર ખેતી કામ સાથે જોતરાયેલો છે. જ્યારે પરિણીતાના પતિ ગામમાં જ આવેલી ડેરી પાસે પરચૂરણ દુકાન ચલાવે છે. આ દંપતીના બે દીકરા અભ્યાસ અર્થે બહારગામ રહે છે. ગત દિવસોમાં રાત્રે મહિલાનો પતિ જમી પરવારી દુકાને સુવા માટે ચાલી ગયો હતો, જ્યારે મહિલા અને તેની માતા રાત્રે ઘરના અલગ અલગ રૂમમાં સુઈ ગયાં હતાં. મોડી રાત્રે ૧૧.૪૫ કલાકે અચાનક કોઈ યુવક બાજુના રૂમ ની બારી વાટે ઘરમાં ઘુસી ગયો હતો અને આરોપી યુવક મહિલા સાથે બદ ઈરાદો રાખી તેને ઊંઘ માંથી જગાડી હતી.

એ પછી તેણે મહિલાને કહ્યું કે હું દેવો છું, અને તને મળવા આવ્યો છું. આમ કહી ગામ માં જ રહેતાં આરોપી દેવીદાસ હસમુખ ગામિતે મહિલા સાથે બળજબરી કરી છેડતી કરવાની કોશિશ કરી હતી. જો કે મહિલાએ આરોપીનો હિંમત પૂર્વક પ્રતિકાર કરતાં અંતે આરોપી દેવીદાસ નાસી ગયો હતો.જો કે છેડતીનો ભોગ બનેલી મહિલાએ તરત જ રૂમની બહારની લાઈટ ચાલુ કરતાં આરોપી દેવીદાસને નાસતો જોયો હતો.

આ અંગે મહિલાએ રાત્રે જ પતિ અને પરિવાર જનોને જાણ કરતાં તેઓ દેવીદાસ ને શોધવા રાત્રે ઘરે ગયા હતાં પણ તે ત્યાં ન હતો. આ સંદર્ભે બીજે દિવસે મોઘવાણ ગામનું પંચ ભેગું થયું હતું અને મામલો પંચાયત રાહે ઠેકાણે પાડવા પ્રયાસ કર્યો હતો. પણ એ બેઠકમાં પણ આરોપી હાજર ન રહેતાં આખરે સમગ્ર પ્રકરણમાં આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે સોનગઢ પોલીસ મથકે મોંઘવાણના દેવીદાસ હસમુખ ગામીત સામે છેડતી કરવા સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button