ડાંગ

વઘઈ તાલુકાના બાલખેત ગામથી ઢૂંબ ફળિયાનો રસ્તો બ્રિટીશકાળથી “વિકાસ”ની રાહા જોઈ રહ્યો છે

ચોમાસામાં લોકો વાહનો મૂકી 2 કિ.મી સુધી ઘૂંટણીયા કાદવમાં ચાલતા જાય છે

વઘઈ તાલુકાના બાલખેત ગામથી ઢૂંબ ફળિયાનો રસ્તો બ્રિટિશ સમયથી નહીં બનાવતા ચોમાસા દરમિયાન આ રસ્તો ઘૂંટણ સુધી કાદવવાળો બની જતા રહીશોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયત હસ્તકના બાલખેત ગ્રામ પંચાયતનોગામનો જ 2 કિ.મી.ના અંતરે આવેલો ઢુબ, ડુંગરી ફળિયાને જોડતો રસ્તો વર્ષોથી માત્ર ગોટા મેટલનો રસ્તો બન્યો છે. પાકો રસ્તો હજુ સુધી બન્યો જ નથી. બ્રિટિશ કાળથી ગામનો મુખ્ય રસ્તો હોવા છતાં પાકો નહીં બનાવતા આ રસ્તા પરથી પસાર થતાં રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડે છે. ચોમાસા દરમિયાન આ રસ્તા પર ઘૂંટણીયો કાદવ થઈ જતા લોકોએ ગામમાં જ વાહનો મૂકી 2 કિલોમીટર સુધી ઘૂંટણિયા કાદવમાં ચાલતું જવું પડે છે. આ ફળિયામાં કોઈ બિમાર પડે ઈમરજન્સી આવે ત્યારે તેની હાલત દયનીય બની જાય છે. રસ્તો પાકો બનાવવા માટે અવાર-નવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી આ રસ્તો બન્યો નથી. રહીશોને પડતી મુશ્કેલીઓને દયાને રાખી સત્વરે રસ્તો બનાવવામાં આવે તે લોકહિતમાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button