ગુનોતાપી

કુકરમુંડા તાલુકાના રાજપુર ગામે માથાભારે ઈસમ દ્વારા ઘરની બાજુની જગ્યા આપી દો કહી પરિવાર પર ચપ્પુથી હુમલો

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ રાજપુર ગામે નિશાળ ફળિયામાં કાંતિલાલભાઈ વળવીના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યા બાબતે ફળિયાના જ રહેવાસી અભિમન્યુ વળવીએ કાંતિલાલ સાથે અવાર નવાર બોલાચાલી ઝઘડો કરેલ હોય જે ઝઘડોનું સમાધાન લાવવા પંચ ભેગા કરવામાં આવ્યા હતા. પરંતુ માથાભારે ઈસમ એવા અભિમન્યુએ ફરી બોલાચાલી ઝઘડો કરતો હોવાથી સમાધાન થયેલ નહિ બીજા દિવસે પણ પંચ ભેગા થવાના હતા. તેના પહેલા જ આ માથાભારે ઈસમ અભિમન્યુ દ્વારા સવાર સાડા સાતેક વાગ્યાંના સમયે કાંતિલાલભાઈના પિતા સહીત તેમના પરિવારના સભ્યો ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરીને લોહી લુહાણ કરી દીધા હતા. ઇજા પામનાર ચાર પૈકી એકને ગંભીર ઇજા પહોંચતા મહારાષ્ટ્ર નંદુરબાર ખાતે સિવિલ હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવા અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજપુર ગામના નિશાળ ફળિયામાં રહેવાસી અને ફરિયાદી કાંતિલાલભાઈ ચંપકલાલભાઈ વળવી (ઉ.વ.42)ના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા બાબતે ફળિયાના જ રહેવાસી એવા અભિમન્યુભાઈ રૂમાભાઈ વળવી અવાર નવાર ફરિયાદી સાથે ઝઘડો કરતો હોવાથી સમાધાન માટે ફરિયાદી દ્વારા ગત તારીખ 19/12/2023 ના રોજ પંચ ભેગા કરેલ તેમાં પણ બોલાચાલી ઝઘડો કરેલ જે બાદ ફરી ગત રોજ પંચ ભેગા થવાના હોય પરંતુ આશરે સવારના જ સાડા સાતેક વાગ્યાના અરસામાં અભિમન્યુએ તેમના ઘરના આંગણામાં ઉભો હોય અને ફરિયાદીના પિતાને જણાવતો હતો. કે, તમારા ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા મને આપી દો તેમ કહી ગાળો આપતો હતો. જેથી ફરિયાદીના પિતાએ જણાવેલ કે, ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા માટે ઝઘડો કરવો નથી. તેમ કહી સમજાવવા જતા સામેવાળા ગુસ્સે થઇ તેના ઘરમાં દોડી જઈ અને ઘરમાંથી એક ચપ્પુ લઇ આવી ફરિયાદીના પિતા ચંપકલાલભાઈ વળવીને પીઠના ભાગે એક ઘા તથા છાતીના ભાગે એક ઘા તથા માથાના વચ્ચેના ભાગે ચપ્પુનો ઘા મારી દઈ લોહી લુહાણ કરી દીધેલ જેથી ફરિયાદીના પિતા નીચે જમીન પર પડી જઈ બેભાન થઇ જતા ફરિયાદી કાંતિલાલ પિતાને બચાવવાં દોડીને જતા ઘટના સ્થળ પર હાજર રૂમાભાઈ નિમજીભાઈ વળવીએ તેના હાથમાં ના લાકડા વડે ફરિયાદીને માથામાં સપાટો મારી ઇજા પહોંચાડી હતી. ફરિયાદીની પત્ની લક્ષ્મીબેન કાંતિલાલભાઈ વળવી છોડાવવા માટે દોડી આવતા તેમને પણ અભિમન્યુએ પેટના ભાગે ચપ્પુ મારવા જતા લક્ષ્મીબેનએ ડાબા હાથથી ચપ્પુ પકડી લેતા ડાબા હાથે તથા કાંડા ઉપર ઇજા પહોંચી હતી. તેમજ ફરિયાદીનો દીકરો ચંદુભાઈ કાંતિલાલભાઈ વળવી પણ છોડાવવા જતા તેમને પણ ડાબા હાથમાં અભિમન્યએ ચપ્પુ મારી દીધેલ ઇજા પામનારાને ખાનગી વાહન મારફ્તે કુકરમુંડાના સરકારી દવાખાના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચંપકલાલભાઈ વળવીને ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હોવા અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં કાંતિલાલભાઈ વળવીએ ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button