ગુજરાતશિક્ષણ

સરકારી પરીક્ષામાં ગેરરીતિ મામલે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

રાજ્યની વિવિધ સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ મામલે હાઇકોર્ટે નારજગી વ્યક્ત કરી છે. ગેરરીતિના આરોપીઓને જામીન આપવા બાબતે પણ ટકોર કરી હતી. સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટે સરકારની ટિકાના સ્વરમાં ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે સરકારના વલણ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે, કોઇ પણ પ્રકારની ચુક ચલાવી શકાય નહી. લાખો યુવાનો દિવસ રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરે છે પરંતુ તેમના ભવિષ્ય સાથે કેટલાક અસામાજિક તત્વો અને સરકારી મળતીયાઓ ચેડા કરે છે.

હાઇકોર્ટે જણાવ્યું કે, કેટલાક અસામાજિક તત્વોના કારણે હજારો યુવાનો ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. 2014 માં લેવાયેલા ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે હાઇકોર્ટે સરકારની ટિકા કરી હતી અને ટકોર પણ કરી હતી. કેસમાં સંડોવાયેલા 8 વર્ષથી ફરાર આરોપીના આગોતરા જામીન અંગે કોર્ટે આકરી ટિકા કરી હતી. સંબંધિત કેસમાં કોર્ટે જામીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.

વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને સરકારી નોકરી મેળવીને એક સુખી જીવનનું સપનું જોતા હોય છે. સારી સરકારી નોકરીઓની કલ્પના કરીને તનતોડ મહેનત કરતા હોય છે. જો કે જ્યારે ભ્રષ્ટાચારનો મામલો સામે આવે ત્યારે વિદ્યાર્થી ભાંગી પડે છે. ભ્રષ્ટાચારીઓ અને ષડયંત્રકારીઓની સરકાર સાથે મિલીભગતના કારણે ભરતી પ્રક્રિયા અટકી પડે છે અથવા તો અયોગ્ય લોકોની ભરતી થાય છે. જેના કારણે ભ્રષ્ટાચારના મુળીયા વધારેને વધારે ઉંડા ઉતરતા જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button