દક્ષિણ ગુજરાત

1લી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે ચાલતી સુગર મિલો શેરડીના આખરના ભાવ જાહેર કરશે

દ.ગુ.ની સુગર મિલોમાં ભાજપના નેતાઓનું શાસન, સામે‎જ ચૂંટણી હોવાથી શેરડીના ભાવ સારા મળવાની શક્યતા‎

આગામી 1લી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે ચાલતી સુગર મિલો શેરડીના આખરના ભાવ જાહેર કરશે. લોકસભા ચૂંટણી નજીક હોય તેનો લાભ ભાવમાં જોવા મળશે તેવી આશા સાથે ખેડૂતો મીટ માંડીને બેઠા છે. બીજી તરફ ગોળના કોલાવાળાએ પણ રેકર્ડ બ્રેક ભાવની ચૂકવણી કરી હોય, આવા સંજોગોમાં દક્ષિણ ગુજરાતની લગભગ તમામ સહકારી સુગર મિલોમાં ભાજપના નેતાઓનું શાસન છે. ત્યારે શેરડીના પોષણક્ષમ ભાવ આપવામાં તેઓ કેટલા સફળ રહે છે તે જોવું રહ્યું. સંસ્થાઓ માટે શેરડીના ભાવ અગ્નિપરીક્ષા સમાન બની રહશે. ઓછા ભાવ જાહેર કરતા ખેડૂતોના રોષનો ભોગ બની શકે તેવી સ્થિતિ છે.

ગતરોજ ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની પંડવાઇ સુગર ફેક્ટરી ખાતે મળેલી બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યૂ 3400 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ગત વર્ષ કરતાં 200 રૂપિયા વધુ સ્ટોક વેલ્યૂ નક્કી થઈ હોય, ખેડૂતોને સારા ભાવની આશા છે. ખેડૂતોનું માનવું છે કે, આ વર્ષે લોકસભાની ચૂંટણી હોય તેની અસર ભાવ પર થઈ શકે એમ છે. કારણકે, દક્ષિણ ગુજરાતની તમામ સહકારી સુગર મિલો પર ભાજપનું શાસન છે. એટલું જ નહીં સી.આર.પાટિલ પણ કામરેજના નવી પારડીમાં સુમુલ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપી હોય, વ્યારા સુગર શરૂ થવાથી ખેડૂતોને કોલાવાળાએ 3500થી વધુ રૂપિયા પ્રતિ ટનના ભાવે શેરડીની ખરીદી કરી છે. જેઓ પહેલા ખેડૂતો પાસેથી 1800થી 2000 રૂપિયામાં પડાવી લેતા હતા.

સી.આર. પાટિલના આ નિવેદન બાદ સુગર ફેક્ટરીના ખેડૂત સભાસદોને 4000 થી વધુ ભાવ પડે તેવી આશા રાખીને બેઠા છે. ત્યારે ઓછા ભાવ ખેડૂતોમાં રોષ ઉત્પન્ન કરી શકે છે અને વધુમાં સામી લોકસભાની ચૂંટણી પર પણ અસર થઈ શકે તેવી સ્થિતિ છે. શેરડી કટિંગની પ્રક્રિયા પૂર્ણ થયાના 29 મહિના જેટલા સમય પછી પુરેપુરુ પેમેન્ટ આપવામાં આવે છે. અગાઉના સમયમાં શેરડીના આખરી ભાવના નાણાંના 80 ટકા રકમ બે હપ્તામાં જ ચૂકવી દેવાતી હતી. ત્યારે ગોળના કોલા શેરડી કિટિંગ થાય ને તરત જ પુરેપુરુ પેમેન્ટ ખેડૂતને ચૂકવી દેવામાં આવે છે. જેથી કેટલીક શેરડીઓ દક્ષિણ ગુજરાતમાં નાના ખેડૂતો ગોળના કોલાવાળાને આપી દે છે. સુગર ફેક્ટરીના વહીવટકર્તાઓએ પણ પરિવર્તન લાવી ખેડૂતોને બે હપ્તામાં 90 ટકા પેમેન્ટ ચૂકવવું જોઈએ. જેથી શેરડી પકવતાં ખેડૂતો સુગર ફેક્ટરીને જ પુરવઠો આપે અને બિનમંજૂરી શેરડીનો વેપાર પણ બંધ થઈ શકે છે.

સમગ્ર ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય ખાંડની એમએસપી 1 કિલોના 45 રૂપિયાની રજૂઆત કરવી જોઈએ સમગ્ર દેશમાં ખાંડનું કુલ ઉત્પાદનમાંથી 85 ટકા ખાંડનો વપરાશ કોલ્ડડ્રીગ્સ, આઈસ્ક્રીમ, મીઠાઈ, ચોકલેટ જેવામાં થાય છે. ઘરેલુ વપરાશ 15 ટકા જેટલો જ છે. જેથી શેરડી પકવતાં ખેડૂતને પણ આજની મોંઘવારીમાં ખાંડની એમએસસી પ્રતિકિલોએ 45 રૂપિયા કરવામાં આવે તો આજના યુવાનો પણ ખેતીમાં જોડાઈ શકે એમ છે. હિતેન્દ્રસિંહ, ખેડૂત ખાંડ (સ્ટોક વેલ્યુ), મોલાસીસ, બગાસ, પ્રેસમડ, ઈથેનોલ, અન્ય આવક, સ્ટોક ભાવ વધારો , બળેલી શેરડી, રિકવરી સહિતની આવક ગણવામાં આવે તો પણ ખર્ચની સરખામણીમાં ઘણી બચત થઈ શકે છે. જેથી ખેડૂતો, આ વર્ષે શેરડીના ભાવ સારા મળે એવી આશા રાખી રહ્યા છે.

બે હપ્તામાં 90 ટકા પેમેન્ટ ચૂકવી દેવું જોઇએ : ખેડૂતો

સરકાર દ્વારા ખેડૂતોની આવક બેવડી કરવાની વાત કરવામાં આવે છે પરંતુ આવકમાં કોઈ વધારો થયો નથી. તેની સામે મોંઘવારીને કારણે ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. બિયારણ, ખાતર, મજૂરી, વગેરેના ભાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. જેની સામે ભાવો મળી શકતા નથી. હસમુખભાઇ પટેલ , ખેડૂત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button