તાપી

ઉચ્છલ તાલુકામાં ગામ આગેવાનો દ્વારા તલાટીઓ પંચાયત કચેરી હાજર રહેવાના બદલે તાલુકા કક્ષાએ પોતાની હાટડી ખોલીને બેઠા હોવાની તાલુકા વિકાસ અધિકારીને આવેધન

કેમ તલાટીઓ ગ્રામ પંચાયતોમાં હાજર રહેતા નથી? શું તલાટીઓ કામનું ભારણ વધારે છે? અથવા ગ્રામ પંચાયતમાં રહેવા લાયક માળખાગત સુવિધા નથી? કે પછી તંત્ર પાસે માનવ સંસાધનની કમી છે? સવાલો અનેક છે પણ.....જવાબ તંત્ર પાસે છે! અને એનું નિરાકરણ ક્યારે આવે એ રાહ જોઇને લોકો બેઠા છે!

  • શું આ સમસ્યા ફક્ત ઉચ્છલ તાલુકા પૂરતી સીમિત છે કે, પછી આખા ગુજરાતમાં?
  • આ તો મનોમંથન કરવાનો સમય આવી ગયો છે!

ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રીઓ નિયમિત રહેતાં ન હોવાથી અરજદારોના કામ ખોરંભે પડી રહ્યાં છે.આ સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓને અરજન્ટ કામ સિવાય ગામ ખાતે જ ઉપસ્થિત રહેવા સૂચના આપી છે પણ એનું પાલન થતું ન હોવાની ફરિયાદ ઉભી થઇ છે.

ઉચ્છલ તાલુકામાં લગભગ 24 જેટલી ગ્રામ પંચાયત આવેલી છે અને તેમાં તલાટી કમ મંત્રી ને મૂકવામાં આવ્યાં છે અથવા ચાર્જ સોંપવામાં આવ્યો છે. છેલ્લાં ઘણા સમયથી તલાટી કમ મંત્રી ગામ ખાતે હાજર રહેતાં ન હોવાની ફરિયાદ ઉભી થઇ છે. ગામ લોકોના જણાવ્યાં પ્રમાણે મોટે ભાગના તલાટી ગ્રામ પંચાયત ખાતે હાજર રહેવાના બદલે તાલુકા મથકે જ પડ્યા પાથર્યાં રહે છે અને જો કોઈ એમને પૂછે તો તેમની પાસે બહાનું તૈયાર જ હોય છે. હાલમાં શાળા,કોલેજ સહિત અન્ય શેંક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ બાબતે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વાલીના આવક અને જાતિના દાખલા જરૂરી હોય છે. એ સાથે જ પરિવારમાં થતાં સભ્યોના જન્મ અને મરણની પણ ફરજિયાત નોંધણી કરાવવાની હોય છે ત્યારે ગ્રામ પંચાયત ભવનમાં જયારે તલાટીઓ જ નિયમિત ઉપસ્થિત નથી રહેતાં તો અરજદારો ક્યાં જાય એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને કામ ખોરંભે ચઢી રહ્યાં છે.

કેટલાંક તલાટી તો મોબાઈલ કોલ પણ રિસીવ કરવાનું ટાળતા હોય છે ત્યારે 99 ટકા આદિવાસી સમાજની વસતી ધરાવતાં આ તાલુકામાં ગ્રામ પંચાયત કચેરીમાં રજા ના દિવસો સિવાય દરરોજ તલાટી હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી રજુઆત કરી હતી. આ સંદર્ભે ગ્રામજનોએ ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીને મળી રજૂઆત કરતાં તેમણે તાલુકામાં ફરજ બજાવતાં તલાટીઓને સૂચના આપી છે કે કોઈ પણ તલાટી એ કામ વિના તાલુકા મથકે આવવાનું નથી. આમ છતાં જો કોઈ ગ્રામપંચાયત મથકે તેમની ગેરહાજરી જણાશે તો પગલાં ભરવામાં આવશે. જો કે આ સૂચનાઓનો અમલ યોગ્ય પ્રમાણમાં થતો ન હોવાની રાવ ઉભી થઈ છે.

Related Articles

Back to top button