ઉમરપાડા

ઉમરપાડાનાં વાડી ગામે બાઇકચાલકે અન્ય બાઇકને અડફેટમાં લેતા ચાલકનું ઘટનાસ્થળે મોત

મળતી માહિતી અનુસાર હિંમતભાઇ વસાવા પોતાનાં કબ્જાની માલીકીની યુનિકોર્ન મોટર સાઈકલ (નં.જીજે-19-બીબી-3895) લઇને ઉમરપાડાનાં વાડી ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા.

જે દરમ્યાન સામેથી આવી રહેલા સ્પ્લેન્ડર મો.સા.(નં.જીજે-19-ક્યુ-1460)ના ચાલકે પુરઝડપે ગાડી હંકારી લાવી સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દઇ યુનિકોર્ન બાઇક સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી. જોકે સદર અકસ્માતની ઘટનામાં યુનિકોર્ન બાઇકનાં ચાલક હિંમતભાઇને માથાના તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાનાં પગલે જેમનું ઘટનાસ્થળે મોત નિપજી ગયું હતું.

સમગ્ર બનાવ અંગેની જાણ ઉમરપાડા પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે હાલ કસુરવાર સ્પ્લેન્ડર ચાલક વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button