ગુનોતાપી

વ્યારા અને સોનગઢમાં ભુસ્તર વિભાગ દ્વારા આકસ્મિક રોયલ્ટી ચોરી વાહન ચેકિંગ કરતા 11 વાહનને ઝડપી 12 લાખનો દંડ વસૂલતા જ રેત માફિયાઓ ભૂગર્ભમાં

સોનગઢ અને વ્યારા તાલુકાના લીઝ ધારકોના બિનઅધિકૃત ખનીજ વહન જેવી ગેરકાયદે પ્રવૃતિઓ ઉપર ભુસ્તર વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં સોનગઢ તાલુકામાં કુલ-07 વાહનો પકડતા કુલ રૂ.7.48.301તથા વ્યારા તાલુકા કુલ-04 વાહનો પકડતા કુલ રૂ.4.66.614 દંડકીય રકમ વસુલાત કરવામાં આવી છે.

તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકામાં સાદીરેતી ખનીજની કુલ-41 લીઝો આવેલી છે. જે ચોમાસાની ઋતુ દરમ્યાન લીઝોમાં ખાણકામ બંધ હોય છે. હાલમાં ચોમાસાની ઋતુ પુર્ણ થયેલ હોવાથી લીઝધારકો દ્વારા લીઝોમાં ખાણકામ પુન:ચાલુ કરવામાં આવેલ છે. આ લીઝધારકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ ન થાય તે માટે ભુસ્તર શાસ્ત્રીની કચેરીથી આ વિસ્તારોમાં અવાર-નવાર આકસ્મિક ચેકીંગની કામગીરી કરવામાં આવતી હોય છે.

જેના ભાગરૂપે સોનગઢ તાલુકાના ડોસવાડા, આનંદપુર, ઝરણપાડા, હીરાવાડી, ખેરવાડા, બંધારપાડા વિગેરે વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન બિનઅધિકૃત ખનીજ વહન કરી રહેલ 7 વાહનો પકડવામાં આવ્યા છે જેની દંડકીય રકમ રૂ.7.48.304 વસૂલાત કરી છે. જ્યારે વ્યારા તાલુકાના પાંચપીપળા, આંબાપાણી, ચિખલી-ભેંસરોટ, બામળામાળ વિગેરે વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન બિનઅધિક્રુત ખનીજ વહન કરી રહેલ કુલ-04 વાહનો પકડવામાં આવેલ જેની દંડકીય રકમ રૂ.4.66.614 વસૂલાત કરાયો છે. તાપી ભૂસ્તર વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન પણ ચેકિંગ ચાલુ રાખે તો દંડ ના આંકડામાં હજી પણ વધવાની શક્યતા છે.

સોનગઢ તાલુકામાથી સીઝ થયેલા વાહનો
જીજે -15-એટી-7577, તા. 17-04-2023 સોનગઢ ગામથી પકડાતા રૂ. 35942 રકમ 19-04-2023 વસુલાત કરવામાં આવી., ડીએન-09-આર-9945 તા. 29-04-2023 દેવલવાડા ગામથી પકડાતા રૂ. 232214 રકમ 03-05-2023 વસુલવામાં આવી., જીજે-09-ઝેડ-1152 20-05-2023 હિરાવાડી ગામથી પકડાતા રૂ. 136184 રકમ 25-05-2023 વસુલાત., જીજે-16-ડબલ્યુ-7821, તા. 24-06-2023 ડોસવાડા ગામથી પકડાતા રૂ. 132656 રકમ તા. 27-062023 વસુલાત કરાઇ., જીજે-05-બીવ્હી-3540 ગાડી આનંદપુરથી તા. 02-08-2023 પકડાતા રૂ. 217936 વસુલાત 11-08-2023 કરવામા આવી., ગાડી નં જીજે-06-એટી-6748 તા. 13-09-2023 ખેરવાડાથી પકડાતા રૂ. 85532ની દડંકિય રકમ તા. 13-10-2023 વસુલાત કરવામાં આવી,, ડીડી-01-એમ-9880 નં વાહન તા. 06-10-2023 બંદરપાડાથી પકડાતા રૂ. 64524 ની દંડકિય વસુલાત તા. 07-10-2023 કરાઇ.

તેવી જ રીતે વ્યારા તાલુકામાંથીજીજે-21-ડબલ્યુ-7076 વાહન 31-03-2023 ધમોડીથી પકડાતા રૂ. 171733ની દંડ રકમ તા. 03-04-2023 વસુલવામા આવી., જીજે-21-વી-1415 ગાડી 24-05-2023ના રોજ ઉંચામાળાથી પકડતા રૂ. 139168 રકમ તા. 25-05-2023 વસુલાય હતી., જીજે-15-એક્સ-8724 વાહન ચિખલવાવ ખાતેથી 24-05-2023 પકડાતા તેની દંડકિય રકમ રૂ. 45656 તા. 26-05-2023 વસુલાત કરવામાં આવી હતી., જીજે-05-બીએક્સ 9636 વાહન તા. 05-10-2023 માયપુરથી પકડાતા તેની દંડ વસુલાત રૂ. 142236 તા. 06-10-2023 કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button