ગુનોદેશ

351 કરોડ રૂપિયા જપ્ત થયા અંગે આવકવેરા વિભાગનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું?

આવકવેરા વિભાગે આજે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરે પાડવામાં આવેલા દરોડા અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ITએ કહ્યું કે, આ રેડમાં 351 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત રોકડ રિકવર કરવામાં આવી છે. આવકવેરા વિભાગે જાણકારી આપતા કહ્યું કે, 351 કરોડ રૂપિયા ઉપરાંત 2.80 કરોડ રૂપિયાથી વધુની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. ITએ રાંચીમાં ધીરજ સાહુના ઘરે તેમના પરિવારની માલિકીની ઓડિશાની દારૂની કંપની સામે દરોડા પાડ્યા હતા.

329 કરોડની રોકડ જર્જરિત ઇમારતોમાં છુપાવી હતી

આ રોકડ રકમનો મોટો હિસ્સો બોલાંગીર જિલ્લાના સુદાપાડા અને તિતલાગઢ અને સંબલપુર જિલ્લાના ખેતરાજપુર સહિત ઓડિશાના નાના શહેરોમાં આવેલ જર્જરિત ઇમારતોના રૂમમાં છુપાવ્યો હતો.ITના જણાવ્યા અનુસાર, અહીથી 329 કરોડની રોકડ રકમ છુપાવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ગુનાહિત પુરાવા મળી આવ્યાI

T ઓપરેશનમાં ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના 10 જિલ્લાઓમાં ફેલાયેલા 30 થી વધુ કેમ્પસને આવરી લેવામાં આવ્યા હતા. જૂથનો વ્યવસાય રાંચીમાં સ્થિત એક પરિવાર દ્વારા નિયંત્રિત છે. સર્ચ ઓપરેશન દરમિયાન, દસ્તાવેજો અને ડિજિટલ ડેટાના રૂપમાં મોટી સંખ્યામાં ગુનાહિત પુરાવા મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button