રમતગમતવિશ્વ

2024ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની પહેલી જીત થઈ છે. ભારતે બાંગ્લાદેશને 84 રને હરાવ્યું છે.

વર્લ્ડ કપમાં ભારતની પહેલી જીત, બાંગ્લાદેશને 84 રને હરાવ્યું, 4 વિકેટ ઝડપી ગયો આ બોલર

  • 2024ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની મોટી જીત
  • બાંગ્લાદેશને 84 રનને હરાવ્યું
  • સૌમ્યા પાંડેએ 4 વિકેટ ઝડપી

અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. બ્લોમફોન્ટેઈનના મંગૌંગ ઓવલ ખાતે રમાયેલી મેચમાં ભારતીય અંડર-19 ટીમે બાંગ્લાદેશને 84 રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 45.5 ઓવરમાં 167 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ જેમ્સે 54 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌમ્યા પાંડેએ 4 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશની ઈનિંગ કેવી રહી 

252 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશે સારી શરૂઆત કરી હતી પરંતુ ટીમે પાવરપ્લેની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશની પહેલી વિકેટ સાતમી ઓવરમાં પડી હતી. આલમે 14 રન કર્યા હતા. આ પછી રિઝવાન (0) અને રહમાન (14)ને સૌમ્યા પાંડેએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો. અહરાર 15 બોલમાં 5 રન બનાવી શક્યો હતો. અરિફુલે 71 બોલમાં 41 રન બનાવ્યા હતા. રહેમાને 4 રન બનાવ્યા હતા. જેમ્સ 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહનત ખાતું ખોલાવ્યા વિના જ રનઆઉટ થયો હતો. ઇકબાલ પણ શૂન્ય પર આઉટ થયો હતો. સૌમ્યાએ મારુફને બોલ્ડ કરીને બાંગ્લાદેશની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.

કેપ્ટન ઉદયના 64 અને આદર્શના 76 રન 

ભારત વતી કેપ્ટન ઉદયે 94 બોલમાં 64 રન અને આદર્શે 96 બોલમાં 76 રન બનાવ્યાં હતા. અવિનાશે 17 બોલમાં 23 અને પ્રિયાંશુ મોલિયાએ 42 બોલમાં 23 રન કર્યા હતા. અભિષેકે 4 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ રહી છે. ભારતે કુલ મળીને 5 વખત આ ટૂર્નામેન્ટની ટ્રોફી પર કબજો કર્યો છે.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહતી. ટીમે ચોથી ઓવરમાં અર્શિન કુલકર્ણી (7)ની વિકેટ ગુમાવી હતી. આઠમી ઓવરમાં ભારતની બીજી વિકેટ પડી હતી. મુશીર ખાન માત્ર 3 રન જ બનાવી શક્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button