દેશરાજનીતિ

INDIA ગઠબંધનમાં આ ચહેરો બનશે PM પદનો ઉમેદવાર! મમતા બેનર્જીએ મૂક્યો પ્રસ્તાવ, નામ ચોંકાવનારું

વિપક્ષ ગઠબંધનની દિલ્હી ખાતેની બેઠકમાં TMC પ્રમુખ મમતા બેનર્જીએ પ્રસ્તાવ મૂક્યો કે મલ્લિકાર્જુન ખરગેએ આવનારી ચૂંટણીમાં PM પદનાં ઉમેદવાર બનવું જોઈએ.

  • વિપક્ષ ગઠબંધનની ચોથી બેઠક દિલ્હી ખાતે
  • મમતા બેનર્જીએ PM પદ માટે ખરગેનાં નામનો પ્રસ્તાવ મૂક્યો
  • કેજરીવાલે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું

I.N.D.I.A એલાયંસની ચોથી બેઠક આજે દિલ્હીની અશોકા હોટલમાં થઈ રહી છે. આ બેઠક માટે વિપક્ષી દળનાં નેતાઓ હાજર રહ્યાં છે. કોંગ્રેસનાં પ્રમુખ નેતાઓ સહિત લાલૂ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ આ બેઠકમાં સામેલ થયાં છે. ગઠબંધનની પહેલી ત્રણ બેઠકો ક્રમશ: પટના, બેંગલોર અને મુંબઈમાં થઈ હતી.

ખરગે બને PM પદનાં ઉમેદવાર
ઈન્ડિયા એલાયંસની બેઠકમાં પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જીએ PM પદનાં ઉમેદવારનાં નામને લઈને ચર્ચા કરી. આ દરમિયાન મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખરગેને PM પદનો ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.  AAP નેતા અરવિંદ કેજરીવાલે મમતા બેનર્જીનાં આ પ્રસ્તાવનું સમર્થન કર્યું.

EVM પર ચર્ચા
સૂત્રો અનુસાર વિપક્ષી ગઠબંધનની આ બેઠકમાં  વિપક્ષી નેતાઓની વચ્ચે EVMને લઈને ચર્ચા થઈ છે. શક્ય છે કે ગતચૂંટણીમાં વિપક્ષ દ્વારા EVM માં ખામીને લઈને લગાડવામાં આવેલા આરોપોને લઈને ચર્ચા કરવામાં આવી હોય.

કોંગ્રેસે બનાવી કમિટી
આ બેઠકથી પહેલા કોંગ્રેસે 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 5 મેંબર્સની નેશનલ એલાયંસ કમિટી બનાવી હતી. અશોક ગહેલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશ તેના મેંબર્સ છે. તો મુકુલ વાસનિકને કમિટીનાં સંયોજન બનાવવામાં આવ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button