રમતગમત

બે સુપરઓવર બાદ મેચનો ફેંસલો, રોમાંચક રીતે જીત્યું ભારત, 3 બોલમાં રવિ બિશનોઈનો કમાલ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ ખુબ જ રોમાંચક રહી હતી. કારણ કે આ મેચ ટાઈ થઈ હતી. જેના પગલે સુપર ઓવર રમાડવામાં આવી હતી.

  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી મેચ ટાઈ 
  • મેચ ટાઈ થતા સુપર ઓવર રમાડવામાં આવી હતી
  • ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની સુપરઓવર પણ ટાઈ 
  • બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ ખુબ જ રોમાંચક રહી હતી. કારણ કે આ મેચ ટાઈ થઈ હતી. જેના પગલે સુપર ઓવર રમાડવામાં આવી હતી. સુપરઓવર પણ ટાઈ થઈ હતી. જેના પગલે બીજી સુપર ઓવર રમાડવામાં આવી હતી. આ બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.

આ ડબલ રોમાંચ ભરેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. તેના જવામાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં  6 વિકેટ 212 રન બનાવ્યા હતા. મેચ ટાઈ થતા સુપર ઓવર રમવામાં આવી હતી. આ સુપરઓવરમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 16 રન કર્યા હતા. તો બીજી તરફ ભારતે પણ 16 રન ફટકાર્યા હતા. સુપર ઓવર પણ ટાઈ થતા બીજી સુપરઓવર રમાડવામાં આવી હતી. જેમાં ભારતે અફઘાનિસ્તાનને 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

રોહિત અને રિંકુ વચ્ચે 95 બોલમાં 190 રનની ભાગીદારી

ખરાબ શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી. રોહિત શર્મા અને રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. રોહિત અને રિંકુ વચ્ચે 95 બોલમાં 190 રનની ભાગીદારી થઈ હતી. રોહિતે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિંકુ સિંહે માત્ર 39 બોલમાં 69 રન બનાવ્યા હતા. રિંકુએ 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે માત્ર 22 રનમાં ચાર વિકેટ પડી જવા છતાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે છેલ્લી પાંચ ઓવરમાં 100થી વધુ રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર પોતાની વિસ્ફોટક સ્ટાઈલથી ધૂમ મચાવી દીધી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ અને બીજી T20 મેચમાં પોતાનું ખાતું પણ ન ખોલનાર રોહિતે ત્રીજી T20 મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. રોહિતે આ સદી 64 બોલમાં પૂરી કરી અને ફરીથી વર્લ્ડ કપનો રેકોર્ડ પોતાના નામે કર્યો. રોહિતે રિંકુ સિંહ સાથે મળીને 190 રનની શાનદાર ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને 212 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી.

આ સીરિઝ સાથે રોહિત શર્મા 14 મહિના બાદ T20 ટીમમાં પરત ફર્યો છે અને તેના પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારબાદ મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં તે બીજા બોલ પર જ રનઆઉટ થયો હતો અને પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. ઈન્દોરમાં રમાયેલી બીજી T20માં તે પહેલા બોલ પર જ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. મોટાભાગનાની નજર ત્રીજી મેચમાં તેના પર હતી કે તે મજબૂત ઇનિંગ્સ રમી શકશે કે નહીં. રોહિતે જબરદસ્ત સદી ફટકારીને સારો જવાબ આપ્યો હતો.

માત્ર 22 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ રોહિતે ઇનિંગ સંભાળી 

અહીં પણ રોહિતની શરૂઆત સારી રહી ન હતી અને તે પ્રથમ ઓવરથી જ રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. રોહિત 7 બોલ રમીને પોતાનું ખાતું ખોલાવી શક્યો હતો. પરંતુ બીજી બાજુથી યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે અને સંજુ સેમસનના રૂપમાં 4 વિકેટ ઝડપથી પડી ગઈ હતી. માત્ર 22 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ રોહિતે ઇનિંગ સંભાળી હતી. લાંબા સમય સુધી રોહિત 100થી ઓછા સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતો રહ્યો. આખરે રોહિતે બાઉન્ડ્રી ભેગી કરવાનું શરૂ કર્યું અને 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પછી રોહિતે અફઘાન બોલરોને ચારે બાજુ ફટકાર્યા હતા. રોહિતે તેના બાકીના 50 રન 23 બોલમાં પૂરા કર્યા. ભારતીય કેપ્ટને 19મી ઓવરમાં સતત 6, 4 અને 4 ફટકારીને 64 બોલમાં પોતાની 5મી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે પોતાનો રેકોર્ડ વધુ સારો બનાવ્યો. આ પહેલા રોહિત સિવાય સૂર્યકુમાર યાદવ અને ગ્લેન મેક્સવેલે પણ 4-4 સદી ફટકારી હતી પરંતુ રોહિત ફરીથી તે બધાથી આગળ નીકળી ગયો હતો.

રિંકુનો સારો સહકાર મળ્યો

રોહિત છેલ્લે 69 બોલમાં 121 રન બનાવીને નોટઆઉટ પાછો ફર્યો હતો. આ ઇનિંગમાં રોહિતે 11 ફોર અને 8 જબરદસ્ત સિક્સર ફટકારી હતી. રોહિતની ટી20 કારકિર્દીનો આ સૌથી મોટો સ્કોર પણ છે. આ સમયગાળા દરમિયાન રોહિતને રિંકુ સિંઘનો પણ સારો ટેકો મળ્યો, જેણે મિડલ ઓર્ડરમાં ફિનિશર તરીકે ફરી એકવાર પોતાની ક્ષમતા દર્શાવી. બંનેએ માત્ર 95 બોલમાં 190 રનની ભાગીદારી કરી હતી, જે ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે એક નવો રેકોર્ડ છે. બંનેએ છેલ્લી ઓવરમાં 5 સિક્સર સહિત 36 રન બનાવ્યા હતા. રિંકુએ માત્ર 39 બોલમાં 69 રન (2 ચોગ્ગા, 6 છગ્ગા) ફટકાર્યા હતા. બંનેએ મળીને છેલ્લી 5 ઓવરમાં 103 રન બનાવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button