રમતગમત

ટીમ ઈન્ડિયા માટે ખુશીનો ડબલ તડકો! WTC ટેસ્ટ રેંકિંગમાં નંબર એક પહોંચ્યું ભારત, પાકિસ્તાન ખસક્યુ નીચે

કેપટાઉન ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ આવી છે.

  • જીત બાદ ભારતીય ટીમની ખુશી બમણી થઈ
  • ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ટોપ યાદી
  • ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 54.16

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ સંપન્ન થયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી  આજે 1-1 સાથે સમાપ્ત થઈ છે. કેપટાઉન ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યા બાદ ભારતીય ટીમની ખુશી બમણી થઈ છે કેમ કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ટોપ યાદીમાં ટોચ પર પહોંચી ગઈ છે.

મેચ પહેલા ટીમ ઇન્ડિયા પોઈન્ટ ટેબલમાં 6 સ્થાન પર હતી

આજે બોલરોના તરખાતને લઈને ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે, આ જબરદસ્ત જીતના આધારે આશ્ચર્યજનક બાબત બની છે અને ટીમ ઇન્ડિયા હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે આ મેચ પહેલા ટીમ ઇન્ડિયા પોઈન્ટ ટેબલમાં 6 સ્થાન પર હતી, હવે ચાર મેચમાં બે જીત સાથે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાનની સાથે કુલ 26 પોઈન્ટ છે. જ્યારે તેના ખાતામાં એક હાર પણ છે, ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 54.16 છે જે હોવાથી આ અન્ય ટીમની સરખામણીએ સૌથી વધુ છે.

પાકિસ્તાનની જીતની ટકાવારી 45.83

આ જીતને લઈને પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. ભારતની જીતને પગલે  WTCના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન છઠ્ઠા સ્થાન પર પહોંચ્યું છે. ચાર મેચમાં પાકિસ્તાન બે જીત સાથે છઠ્ઠા સ્થાને છે, તેના નામે બે હાર હોવાથી પાકિસ્તાનની જીતની ટકાવારી 45.83 છે. નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બે જ ટીમોએ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. જે પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં છે. છેલ્લી બે ચેમ્પિયનશિપમાં ભારત ફાઇનલ સુધી જઈ રહ્યું છે. પરંતુ બંને વખત ફાઇનલમાં હારનો સામનો કરવાની નોબત આવે છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડ અને બીજી ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યા બાદ હવે ઈન્ડિયા પાસે સતત ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચવાનો અવસર પ્રાપ્ત થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button