T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

BCCIએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરીને રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો છે.

1 જુનથી શરુ થનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દેવાયું છે. ટી20 ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈ ચીફ સિલેકટર અજિત અગરકર અને સચિવ જય શાહની આગેવાનીમાં એક મોટી બેઠક મળી હતી જે પછી ટીમ જાહેર કરાઈ હતી. BCCIએ રોહિત શર્માને કેપ્ટન પદેથી યથાવત રાખ્યો છે તો હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી આપતાં વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે.

ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ

રિઝર્વ ખેલાડીઓ

શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન

બે ખેલાડીઓને તક

ટી 20 વર્લ્ડ કપમાં બે ખેલાડીઓને તક મળી છે. સંજૂ સેમસન અને ઋષભ પંતને ટીમમાં સ્થાન અપાયું છે.

હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન

બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપીને વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે. આ પહેલા એવી ચર્ચા હતી કે હાર્દિક પંડ્યાને ટી 20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવશે પરંતુ પસંદગીકારોએ આ ચર્ચાને ખોટી પાડી હતી.

1 જુનથી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં ટી 20 વર્લ્ડ કપ

ટી20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો વર્લ્ડ કપમાં રમવાની છે. ટીમોને 4 ગ્રુપમાં વહેંચાઈ છે. દરેક ગ્રુપમાં 5 ટીમ છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર 8માં જશે. આ પછી સેમિ ફાઈનલ અને ત્યાર બાદ ફાઈનલ રમાશે. ટી 20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે અને 29 જૂને સમાપ્ત થશે. ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચ 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે.

ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ

  • 5 જૂન – ભારત વિ આયર્લેન્ડ
  • 9 જૂન – ભારત વિ પાકિસ્તાન
  • 12 જૂન – ભારત વિ યુએસએ
  • 15 જૂન – ભારત વિ કેનેડા

ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ

  • ગ્રુપ એ – યુએસએ, ભારત, પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડ.
  • ગ્રુપ બી – ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન
  • ગ્રુપ સી – વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની
  • ગ્રુપ ડી – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ.

Related Articles

Back to top button