દેશરમતગમત

અફઘાનિસ્તાન સામે પહેલી ટી 20માં ભારતની જીત

છવાઈ ગયો શિવમ! અને રોહિતનો ગિલ પર પિત્તો છટક્યો

ભારતે અફઘાનિસ્તાનને હરાવીને પહેલી ટી 20માં જીત નોંધાવી છે. ભારત 3 મેચોની સીરિઝમાં 1-0થી આગળ થયું છે.


  • પહેલી ટી 20માં ભારતનો 6 વિકેટથી વિજય
  • અફઘાનિસ્તાનને હરાવ્યું 
  • 3 મેચોની સીરિઝમાં 1-0થી આગળ
  • શિવમ દુબેએ બેટિંગ અને બોલિંગમાં બન્નેમાં કમાલ કરી 

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે 3 મેચોની ટી20 સીરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ મેચ ગુરુવારે મોહાલીમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 6 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. પહેલા બેટિંગ કરીને અફઘાનિસ્તાને 158 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 17.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

શિવમ દુબેએ ફિફ્ટી ફટકારી 

આ મેચનો હીરો શિવમ દુબે રહ્યો હતો, જેણે શાનદાર અંદાજમાં ઈનિંગ રમતાં 38 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. શિવમે આ મેચમાં 40 બોલમાં 60 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ 31, તિલક વર્માએ 26 અને શુભમન ગિલે 23 રન બનાવ્યા હતા.

રન આઉટ થયા બાદ રોહિત ગિલ પર ગુસ્સે થયો

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈનિંગના બીજા જ બોલ પર રનઆઉટ થયો હતો. તેણે ફઝલાહક ફારૂકીના બોલને લોંગ ઓફ તરફ શૂટ કર્યો હતો અને રન લેવા દોડી ગયો હતો પરંતુ નોન સ્ટ્રાઇક પર ઉભેલો ગીલ ત્યાં જ ઊભો રહ્યો હતો જ્યારે રોહિત તેની જોડે પહોંચી ગયો હતો અને પરિણામે આઉટ થયો હતો. આ પછી રોહિતનો ગીલ પર પારો છટક્યો હતો.

નબી અને ઉમરઝાઈએ અફઘાન ટીમને સંભાળી

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ ટીમ માટે સૌથી વધુ 42 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અઝમતુલ્લાહ ઉમરઝાઈએ 29 રન કર્યા હતા. આ મેચમાં નબી અને ઉમરઝાઈએ ચોથી વિકેટ માટે 43 બોલમાં 68 રનની ભાગીદારી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button