T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં ભારતની શાનદાર જીત, અફઘાનીસ્તાનને 47 રનથી કચડ્યું

T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ભારતનો દમદાર વિજય થયો છે.

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલા મેદાનમાં રમાઈ હતી. જે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે અફઘાનિસ્તાન ટીમ માત્ર 134 રન કરી શકી હતી તેમજ છેલ્લા બોલે ઓલ આઉટ થઈ હતી.

ભારતનો જંગ હવે બાંગ્લાદેશ સામે જામશે

સુપર-8 રાઉન્ડમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી. હવે ભારતીય ટીમે તેની આગામી મેચ 22 જૂને બાંગ્લાદેશ સામે રમવાની છે. આ મેચ એન્ટીગુઆમાં રમાશે. જ્યારે અફઘાનિસ્તાન સામે પ્રથમ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટનમાં ઓવલ મેદાન પર રમાઈ હતી.

બુમરાહની દમદાર બોલિગ

અફઘાનિસ્તાની ટીમને જસપ્રીત બુમરાહ પોતાના નામનો પરચો બતાવ્યો હતો. જેની પહેલી જ ઓવરમાં રહેમાનુલ્લા ગુરબાઝને ઋષભ પંતના હાથે વિકેટ કેચ આઉટ થયો હતો. આ પછી અક્ષર પટેલે તેની પ્રથમ ઓવરમાં જ ઈબ્રાહિમ ઝદરાનની વિકેટ લીધી હતી. ત્યારબાદ બુમરાહે પહેલા જ બોલ પર ધીમા બોલે હઝરતુલ્લાહ ઝઝાઈને આઉટ કર્યો હતો.

ભારતની બેટિંગમાં કોણ ચમક્યું ?

ભારતની શરૂઆત સારી રહી ન હતી કારણ કે 13 બોલમાં માત્ર 8 રન બન્યા હતા. વિરાટ કોહલી અને રિષભ પંત વચ્ચે 43 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. પાવર પ્લેના અંત સુધીમાં ભારતે 47 રન બનાવ્યા હતા, રિષભ પંતને LBW આઉટ થયો હતો અને તેણે 20 રન બનાવ્યા હતા. 9 બોલની અંદર વિરાટ કોહલી પણ મોટો શોટ રમવાના પ્રયાસમાં રાશિદ ખાનના હાથે કેચ થઈ ગયો હતો. આમ તેણે 24 બોલમાં 24 રન બનાવ્યા હતા. શિવમ દુબે સતત મળી રહેલી તકોનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 10 રનના સ્કોર પર આઉટ થયો હતો. 11મી ઓવર સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 90 રન હતો.

સૂર્યા અને હાર્દિકની શાનદાર ભાગીદારી

સૂર્યાકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ 69 રનની શાનદાર ભાગીદારી કરી હતી અને સાથે મળીને 4 ઓવરમાં 36 રન કર્યા હતા. સૂર્યકુમારે 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ત્યારબાદ તે શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. હાર્દિક પંડ્યા પણ માત્ર 6 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાનું ફોર્મ બરાબર રહ્યું ન હતું તેમણે માત્ર 7 રન બનાવ્યા. છેલ્લી ઓવરોમાં અક્ષર પટેલે 6 બોલમાં 12 રનની ઈનિંગ રમી અને ભારતને 180 રનથી આગળ લઈ ગયા હતા અને 181 કુલ સ્કોર બનાવ્યો હતો.

Related Articles

Back to top button