રમતગમત

સપના સાથે કરોડો દિલ તૂટયા! ઓલિમ્પિકમાં નહીં રમી શકે ભારતીય મહિલા હોકી ટીમ, જાપાન સામે મળી હાર

ભારતીય મહિલા હોકી ટીમ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરી શકી નથી. ભારતીય ટીમે જાપાન સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાશે.

  • ઓલિમ્પિકમાં નહીં રમી શકે ભારતીય મહિલા હોકી ટીમ
  • ભારતીય ટીમે જાપાન સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો
  • 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાશે પેરિસ ઓલિમ્પિક

ભારતીય મહિલા હોકી ટીમ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરી શકી નથી. FIH મહિલા ઓલિમ્પિક ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ મુકાબલમાં જાપાન સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો છે. આ મુકાબલામાં ભારતીય ટીમની જીત થઈ હોત તો પેરિસ ઓલિમ્પિકમાં એન્ટ્રી મળી શકી હોત. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાશે.

રાંચીના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત-જાપાન વચ્ચે મેચ રમાઈ હતી. જાપાનની કાના ઉરાતાએ છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. ભારતને ગોલ કરવા માટે ઘણા મોકા મળ્યા હતા, પરંતુ જાપાન ડિફેન્સની સામે ભારત ગોલ કરી શક્યું ન હતું. ભારતને ગોલ કરવા માટે 9 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ટીમ ગોલ કરી શકી ન હતી. આ મેચમાં ઉદિતા અને દીપિકા જૂનિયરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

ભારતીય મહિલા હોકી ટીમ ટુર્નામેન્ટની પહેલી મેચમાં અમેરિકા સામે 0-1થી હારી ગઈ હતી. પુલ-બીમાં ન્યુઝીલેન્ડ અને ઈટાલીને હરાવીને ભારતીય ટીમે સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. ભારતે ન્યુઝીલેન્ડ અને ઈટાલી સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સેમિફાઈનલમાં ભારતની જર્મની સામે 3-4થી હાર થઈ હતી. ભારત અને જર્મની વચ્ચે આ મુકાબલો 2-2થી ડ્રો રહ્યો હતો અને પેનલ્ટી શુટઆઉટમાં જાપાન સામે હાર થઈ છે.

ભારતીય મહિલા હોકી ટીમે સૌથી પહેલા વર્ષ 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું અને ચોથા નંબર પર રહી હતી. ત્યારબાદ ભારતીય ટીમે રિયો ઓલિમ્પિક 2016 અને ટોક્યો ઓલિમ્પિક 2020માં જગ્યા બનાવી હતી. રિયો ઓલિમ્પિક ભારતીય ટીમ 12માં સ્થાન અને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમ ચોથા સ્થાન પર રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button