રમતગમત

મોદી સ્ટેડિયમમાં ભારતની 7 વિકેટે જીત

વર્લ્ડકપમાં સતત 8મી વખત પાકિસ્તાનને કચડ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો છે. પાકિસ્તાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 191 રન બનાવ્યા હતા અને જીત માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતીય ટીમે 30.3 ઓવરમાં 3 વિકેટે હાંસેલ કરી લીધો હતો. ભારત માટે રોહિત શર્માએ સૌથી વધુ 63 બોલમાં 86 રનની ઈનિંગ્સ રમી હતી. આ દરમિયાન રોહિતે 6 છગ્ગા અને 6 ચોગ્ગા માર્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરે પણ 60 બોલમાં 53 રન બનાવ્યા હતા.

ભારતીય બોલર્સે કર્યો કમાલ

ભારત તરફથી શાર્દુલ ઠાકુર સિવાય તમામ બોલર્સને સફળતા મળશે. જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 19 રન આવીને 2 વિકેટ લીધી હતી. બુમરાહે 1 મેડન ઓવર ફેંકી હતી. તો મોહમ્મદ સિરાજે 8 ઓવરમાં 50 રન આપીને 2 વિકેટ લીધી. હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 9.5 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

બાબર આઝમે કરી ફિફ્ટી

પાકિસ્તાનના ટોપ 4 બેટ્સમેનોને બાદ કરતા અન્ય કોઈ બેટર મોટો સ્કોર કરી શક્યો નહોતો. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ રિઝવાને 49 રન બનાવ્યા હતા. ઓપનર શફીકે 20 તો ઈમામ-ઉલ-હકે 36 રન બનાવ્યા હતા. આ બાદ અન્ય કોઈ બેટર મોટો સ્કોર બનાવી શક્યો નહોતો.

ઇતિહાસ: ભારતીય ટીમ અત્યાર સુધી પાકિસ્તાન સામે એક દિવસીય ક્રિકેટ વર્લ્ડકપમાં નથી હારી

બંને કટ્ટર હરીફ ટીમો ODI વર્લ્ડ કપમાં આઠ વખત સામસામે આવી ચુકી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું છે. બંને દેશો વચ્ચે આ એકંદરે 135મી ODI મેચ હતી. આ પહેલા બંને દેશો વચ્ચે 134 મેચ રમાઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે જ્યારે પણ ODI વર્લ્ડ કપ મેચમાં બંને દેશ આમને-સામને આવ્યા છે ત્યારે આઠેય વખત પર ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે કચડી નાખ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button