રમતગમતવિશ્વ

ઈંગ્લેન્ડ સામે T20 અને ટેસ્ટ સિરીઝની જાહેરાત, જાણો ક્યારે રમાશે મેચ

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચોની સિરીઝની ચોથી મેચ જીતીને સિરીઝ પર કબજો જમાવી લીધો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતે શરૂઆતની બંને મેચ જીતી લીધી હતી, ત્યારબાદ ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી, પરંતુ ભારતે ફરી ચોથી મેચ જીતીને 3-1ની લીડ મેળવી છે. આ વચ્ચે હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 મેચની સિરીઝની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ મેચ 6 ડિસેમ્બરે રમાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 3 T20 મેચોની સિરીઝની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝની પ્રથમ મેચ 6 ડિસેમ્બરે રમાશે. ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. સિરીઝની ત્રણેય મેચ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સિરીઝની બીજી મેચ 9 ડિસેમ્બરે રમાશે, જ્યારે ત્રીજી મેચ 10 ડિસેમ્બરે રમાશે.

ઓસ્ટ્રેલિયા સામે પણ એક ટેસ્ટ મેચ

ટી-20 મેચ ઉપરાંત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચ પણ રમાશે. આ મેચ 14 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર વચ્ચે રમાવાની છે. આ સિવાય ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે પણ ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચ 21મી ડિસેમ્બરથી 24મી ડિસેમ્બર વચ્ચે રમાશે.

ટી20 માટે ટીમ ઈન્ડિયાની સ્વોડ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, શ્રેયંકા પાટીલ, મન્નત કશ્યપ, સૈકા ઈશાક, રેણુકા સિંહ ઠાકુર, ટિટાસ સાધુ , પૂજા વસ્ત્રાકર , કનિકા આહુજા , મિનુ મણિ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button