રમતગમત

વર્લ્ડ કપમાં ભારતનો બીજો વિજય: અફઘાનિસ્તાન સામે 8 વિકેટે માર્યું મેદાન, રોહિત-બૂમરાહની એક નંબર ઈનિંગ

અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થયેલા મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ આસાન જીત હાંસલ કરી લીધી છે.

  • વર્લ્ડ કપની 9મી મેચમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત હાંસલ કરી
  • વર્લ્ડ કપમાં ભારતનો બીજો વિજય 
  • અફઘાનિસ્તાન સામે 8 વિકેટે માર્યું મેદાન

વર્લ્ડ કપ મહાસંગ્રામમાં આજે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બળાબળના પારખા થયા હતા. બને ટીમોએ ટુર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમી જીત માટે જહેમત ઉઠાવી હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ બાજી મારી છે અને ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત હાંસલ કરી છે. મહત્વનું છે કે ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા અને છ વિકેટએ ધૂળ ચાટતું કર્યું બાદ આજે ભારતે અફઘાનિસ્તાન સામે 8 વિકેટે માર્યું મેદાન હતું, ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનને તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશના હાથે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજે બીજી પણ ભારત સામે આવ્યું છે.

આ મેચ નો હીરો રોહિત શર્મા અને બુમરાહ રહ્યા હતા રોહિત શર્મા 84 બોલમાં 130 રન કર્યા હતા. જેમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી રનનો પહાડ ખડકી દીધો હતો. બાદમાં રાશિદ ખાનની બોલિંગના મોટો શોર્ટ રમવાના પ્રયાસમાં તેઓ બોલ્ડ થઈ ગયા હતાં. જોકે જોકે રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનો બેટ પણ બોલ્યો હતો અને ભારતે આસાન જીત પોતાને નામ કરી હતી.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપ 2023 ની 9મી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ભારતના બોલરોની તાકાત સામે અફઘાનિસ્તાને 8 વિકેટના નુકસાને 272 રન બનાવ્યા હતા. કેપ્ટન શાહિદીએ 80 રન કર્યા હતા તો ઓમરઝાઈએ ​​60 રનનું યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે 121 રનની ભાગીદારી નોંધાઈ હતી. અફઘાનિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધારે 80 રન સ્કોર કર્યાં છે. ભારતીય ટીમનાં ખેલાડી બુમરાહે 39 રન આપીને 4 વિકેટ પોતાના નામ કરી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી.

આ રીતે લીધી વિકેટ
અફઘાનિસ્તાનનાં બેટ્સમેન ઈબ્રાહિમ જાદરાન અને રહમનુલ્લાહ ગુરબાઝે સારી શરૂઆત કરી પણ સાતમી ઓવરમાં જસપ્રીત બુમરાહે આ પાર્ટનરશીપ તોડી અને ઈબ્રાહિમને 22 રન પર પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. હાર્દિક પંડ્યાએ રહમનુલ્લાહ ગુરબાજને આઉટ કર્યું. ગુરબાજે 28 બોલમાં 21 રન બનાવ્યાં હતાં. શાર્દુલ ઠાકુરે રહમતને LBW કર્યું.

કેપ્ટન હશમતુલ્લાહ અને અજમતુલ્લાની વચ્ચે સારી પાર્ટનરશીપ ચાલી. પણ અજમતુલ્લા 69 બોલ પર 62 રન બનાવીને આઉટ થયાં. હશમતુલ્લાને કુલદીપ યાદવે LBW આઉટ કર્યું. તેમણે 88 બોલમાં 80 રન બનાવ્યાં હતાં. મોહમ્મદ નબી 18 રન બનાવીને બુમરાહ દ્વારા આઉટ થયાં. નજીબઉલ્લાહ જદરાન 2 રન બનાવીને બુમરાહ દ્વારા આઉટ થયાં. 49મી ઓવરની પહેલી બોલમાં બુમરાહે રાશિદ ખાનને આઉટ કરાવ્યું. મુજીબ ઉર રહમાન 10 અને નવીન ઉલ હક 9 રન બનાવીને નાબાદ રહ્યાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button