IPL 2024

IPL 2024 માં મોટો ફેરફાર! બે મેચની તારીખ મજબૂરીમાં બદલાઈ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની આગામી 2 મેચોની તારીખો બદલાઈ ગઈ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) vs રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) vs દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની આગામી 2 મેચોની તારીખો બદલાઈ ગઈ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) vs રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) vs દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની બે મેચોની તારીખો બદલવાની જાહેરાત કરી છે.

ગુજરાત-દિલ્હીની મેચની તારીખ બદલાઈ

હવે તાજેતરના અપડેટ મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ જે અગાઉ 17 એપ્રિલ 2024 ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાવાની હતી. હવે તે એક દિવસ પહેલા 16 એપ્રિલ, 2024 ના રોજ રમાશે. જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં 16 એપ્રિલ, 2024 ના રોજ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL મેચ યોજાવાની હતી. હવે આ મેચ 17 એપ્રિલ 2024ના રોજ રમાશે.

મેચની તારીખો કેમ બદલાઈ?

લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન પણ ચાલી રહી છે. 1 એપ્રિલ સુધી ટૂર્નામેન્ટમાં કુલ 14 મેચો રમાઈ છે. બીસીસીઆઈએ રામ નવમી અને સુરક્ષાના કારણે તાજેતરના અપડેટમાં બે મેચની તારીખોમાં ફેરફાર કર્યો છે. રામ નવમી 17 એપ્રિલે છે. વાસ્તવમાં, કોલકાતા પોલીસે આ મેચ માટે સુરક્ષા આપવાની ના પાડી દીધી હતી. તેનું કારણ એ છે કે આ દિવસે રામનવમીનો તહેવાર હતો. કોલકાતા પોલીસે આઈપીએલને આ મેચ બીજી તારીખે યોજવાનું સૂચન કર્યું હતું. આ કારણોસર, કોલકાતા અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 17 એપ્રિલે યોજાનારી મેચની તારીખ બદલવામાં આવી હતી.

રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર

મેચને બીજી જગ્યાએ શિફ્ટ કરવી ખૂબ જ મુશ્કેલ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં કોલકાતાની ટીમે અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. બીજી તરફ, સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમે પણ અત્યાર સુધી (1 એપ્રિલ) માત્ર 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ ટોપ પર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button