તાપી

વ્યારાના ઈન્દુ ગામે સુમુલ દૂધની ચોરી પ્રકરણ

મંડળી દ્વારા સુમુલના હોદેદારોને આવેદન

વ્યારાનાં ઇન્દુ ગામે સુમુલ દુધની ચોરી કરી નજીકની ખાનગી ડેરીને કાળાબજારી કરવાનાં પ્રકરણમાં ઇન્દુ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.નાં સભાસદોએ સુમુલ ડેરીનાં પ્રમુખને અને સ્થાનિક ડિરેક્ટર સિદ્ધાર્થ ચૌધરીને લેખિતમાં રજૂઆત આપી સંડોવાયેલ તમામ સામે કડક કાર્યવાહીની માગ સાથે આ ખાનગી ડેરી પર તાળા લટકે તેવા પગલા ભરવાની માગ કરી છે.

મળતી માહિતી મુજબ ગામની હદમાં ફ્રેબલ ફ્રુડ પ્રા.લિ.નું આબાદ ડેરીનું એક વર્ષથી સેન્ટર કાર્યરત છે. જેમાં સુમુલ ડેરીમાંથી દૂધની ચોરીનો બનાવ બન્યો છે. ગામની દૂધ મંડળીને નુકશાન કરાતું હોઇ તેમજ ખાનગી ડેરી કાર્યરત થતા સહકારી માળખાને નુકશાન થાય છે. અહીં ટેન્કરમાંથી દૂધ કાઢીને પાણી નાંખવામાં આવે છે જેથી SNF કપાઇ જાય છે. SNF કપાતા મંડળીને દંડ કરવામાં આવે છે. આબાદ ડેરીનાં સંચાલકો સાથે સુમુલનાં કોન્ટ્રાક્ટરો પણ સંડોવાયેલા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. અત્રે વ્યારાનાં માંડવી રોડ ઉપર ઇન્દુ ગામે આબાદ ડેરી સામે તા.26મીની બપોરે સુમુલ ડેરીના ટેન્કર ડ્રાઇવર, લેબર કોન્ટ્રાક્ટના કર્મચારી સુમુલનાં ટેન્કરમાંથી લીટર દીઠ રૂ. 30નાં ભાવે આશરે કુલ 280 લીટર કુલ રૂ. 8400નું દુધ 7 કેન ભરી આબાદ ડેરીમાં વેંચતા રંગેહાથ ઝડપાઇ જતા ચારેક જણા સામે ગુનો નોંધાયો છે.

કડક કાર્યવાહી માટે રજૂઆત કરીશ થોડા દિવસ પેહલા ટેન્કરમાંથી દૂધ ચોરી પ્રકરણમાં ઇન્દુ દૂધ મંડળીની ફરિયાદ મળેલ છે. ઇન્દુ ગામમાં દૂધ ચોરીનો બનાવ ગંભીર બાબત છે. ગામની મંડળીની રજૂઆત બાબતે ચેરમેન તેમજ એમડીને રૂબરૂ અને લેખિતમાં આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા ટ્રાન્સપોર્ટર, શિવમ કોન્ટ્રાક્ટરનાં કર્મચારી તેમજ આબાદ ડેરી સાથે સંકળાયેલા ઇસમોની સામે કડક કાર્યવાહીની રજૂઆત કરીશ. સિધ્ધાર્થ ચૌધરી, બોર્ડ ઓફ ડિરેક્ટર, સુમુલ, વ્યારા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button